Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika Author(s): Vijaypadmasuri Publisher: Jain Granth Prakashak Sabha View full book textPage 7
________________ પંન્યાસપદથી વિભૂષિત કર્યો. અને શ્રી ભાવનગરમાં વિ. સં. ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ, ભટ્ટારક, આચાર્ય પદથી અલંકૃત કર્યા. આપશ્રીજી રત્નની ખાણ જેવાં શ્રી સંઘની અને તીર્થાદિની સેવા પહેલાંની માફક હાલ પણ પૂરેપૂરા ઉલ્લાસથી કરી રહ્યા છે. તથા આપશ્રીજીના અમેઘ ઉપદેશથી દેવગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વિગેરે ઘણાંએ ભવ્ય જીએ છરી પાલતાં વિશાલ સંધ સમુદાય સહિત તીર્થાધિરાજ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થ યાત્રા અંજનશલાકા વિગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રમાં લક્ષ્મીને સદુપયોગ કર્યો અને કરે છે, તેમજ આપશ્રીએ મારા જેવા ઘણુએ ભવ્ય જીની ઉપર શ્રી જેનેન્જી દીક્ષા, દેશવિરતિ વગેરે મોક્ષના સાધન દઈને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકારો કર્યા છે અને કરે છે. વિગેરે લકત્તર ગુણેથી આકર્ષાઈ અને આપશ્રીજીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારોને યાદ કરીને આપશ્રીજીના પસાયથી બનાવેલા શ્રી પદ્માનંદ કવિકૃત વૈરાગ્ય શતકના છેદે બદ્ધ ટીકાદિ તથા શ્રીવિંશતિસ્થાનક પ્રદીપિકા અને શીલધર્મ દિપિકા નામના સાર્વજનિક સરલ ત્રણ ગ્રંથો પરમ કૃપાલુ આપશ્રીજીના કરકમલમાં સમપને હું મારા આત્માને ધન્ય કૃતાર્થ માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીજીના પસાયથી (૧) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વિગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રોની ભક્તિ કરવાને શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરૂદેવ (૩) શ્રી જૈનેન્દ્ર શાસનની સેવા (૪) નિર્મલ નિભલાષ સંયમ જીવન (૫) પરોપકાર વિગેરે સંપૂર્ણ આત્મરમણતાના સાધને મને ભવભવ મળે. નિવેદક: આપશ્રીજીના ચરણુકિંકર નિર્ગુણ વિયાણ પદ્યની વંદના. BPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 678