Book Title: Uttaradhyayan Sutra Chintanika Author(s): Vanchyamashreeji Publisher: Labdhi Vikramsuri Sanskruti KendraPage 12
________________ લાગે છે. દશવૈકાલિકના અર્થો અને ભાવાર્થો તો ઘણાએ લખ્યા હશે પણ એનું ચિંતન મળે તેવું પુસ્તક લખનાર તે આપણું આ લેખિકા સાધ્વીવર્યા જ છે. એમની આ દશવૈકાલિક ચિંતનિકા એટલી બધી અધ્યાત્મપ્રિય, આગમપ્રિય અને ગુણાનુરાગી આત્માઓને ગમી ગઈ છે કે આ લેખિકાને ધન્યવાદ આપતાં મારા ઉપર ઘણું પત્રો આવ્યાં છે અને તેમાં પણ સ્થાનકવાસી સમાજે તે આ પુસ્તકને ફરી મુદ્રણ કરવા રજા લીધી અને ફરી પણ એનું મુદ્રણ થયું છે. હવે એ જ રીતે ઉત્તરાધ્યયન સૂચિંતનિકા” લખી છે. જે ચરમ તીર્થપતિ મહાવીરસ્વામી ભગવંતની ચરમ દેશના સાર છે. આ ઉત્તરાધ્યયન સૂત્રને પૂર્ણ અભ્યાસ ભવ્યાત્માઓ કરી શકે છે તેવું લખાણ તે જ ગ્રન્થના પ્રાન્ત ભાગમાં છે. આવા ઉત્તરાધ્યયન સૂત્રની ચિંતનિકા લખનાર સાધ્વીશ્રી વાચંયમાશ્રી પણ મહાન ભવ્યાત્મા હોવા જોઈએ. આ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર મૃતકેવલી ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભગવંત શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજાએ નિર્યુક્તિ નામની ટીકા લખી છે. પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રમાં પાંચ પ્રકારના જિન બતાવ્યા છે તેમાં શ્રુતકેવલીને જિન કહ્યા છે...એમની નિયુંક્તિમાં લખ્યું છે કે–આ ઉત્તરાધ્યયન સૂત્ર અભવ્ય આત્મા પૂર્ણ કરી શકતો નથી... આ નિયુક્તિને લઈને વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજેPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 416