Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 679
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૩ મણિમંજરી નું લગ્ન કરવામાં આવ્યું હતું તે, તથા શીવન, મણિ- મણિમંજરી અને મારી ભાર્યા રહેતી અનુક્રમે મને મંજરી અને રા- કહેવા લાગ્યાં “હે ભાઈ ! હે કુમાર ! હે આર્યપુત્ર! વતીનાં ખૂન. આ તમે શું આદરી બેઠા છે ?” આ પ્રમાણે બો લતાં મને અકાર્યો કરવાથી અટકાવવાને માટે તે ત્રણે જણા એક સાથે મારે હાથે વળગી પડ્યા. મેં મારા મનમાં વિચારે કર્યો કે આ સર્વે દુરાત્મા (પાપી) એ મારી વિરૂદ્ધ એકસરખો ઊંધો વિચાર કર્યો જણાય છે. એ વિચારથી મારે ક્રોધ વધારે ઉછળે, હું વધારે ગરમ છે અને તે ત્રણેને એક એક તરવારના ઘાથી એક સાથે જમરાજાના મંદિરે પહોંચાડી દીધા. તે વખતે આ અઘટિત બનાવ જોઈને “અરે આર્યપુત્ર ! આ શું? આ શું ?” એ પ્રમાણે વિલાપ કરતી મારી કનકમિંજરીનું ખૂન. , સર્વથી વધારે વહાલી પતી કનમંજરી ત્યાં આવી અમgs: પહોંચી. મેં મારા મનમાં વિચાર કર્યો કે આ અધમ સ્ત્રી આવા શબ્દો બોલે છે તેથી જરૂર તે પણું - ત્રને જ મળી ગયેલી હોવી જોઈએ. અહો ! મારું હૃદય પણ અત્યારે તે મારું શત્રુ થઈ ગયેલ જણાય છે ! એ પણ કઠેકાણે વાત્સલ્યભાવ કરવા દોરવાઈ ગઈ છે તે તેના એવા મૂર્ખાઈ ભરેલા વસૂળભાવને દર કરવો જ જોઈએ. આ વિચારને પરિણામે કનકમંજરી ઉપર પ્રેમ હેતે તે ગળી ગયે, તેનો વિરહ સહન થઈ શકશે કે નહિ તે વાત સ્મૃતિમાંથી નીકળી ગઈ, તેની સાથે એકાંતમાં કેવી કેવી મીઠી વાત કરી હતી અને તેને કેવાં કેવાં વચનો આપ્યાં હતાં તેની હૃદયમાં સફરણા પણ થઈ નહિ, તેની સાથે અનેક પ્રકારનાં કામભોગનાં સુખે ભગવ્યાં હતાં તે સર્વ ભૂલી ગયો અને તેની ઉપર ઉપમા ન આપી શકાય તે પ્રેમનો બંધ હતો તે સંબંધી જરા પણ વિચાર ન કર્યો. વૈિશ્વાનરે મારી બુદ્ધિને તે વખતે એટલી અંધ બનાવી દીધી હતી અને મારા હૃદયમાં હિંસાદેવીએ એવું પ્રબળ સ્થાન લીધું હતું કે ૧ કથાવર્તપુરના કનકંચૂડ રાજાની મોટી દીકરી, કનકમંજરીની મોટી બહેન. ૨ નંદિવર્ધને હૃદયને સ્થાને કનકમંજરીને ગણી હતી અને તેના પર તેને સર્વથી વધારે પ્રેમ હતો. યોગ એવો બન્યો કે સર્વ સંબંધીઓ એક સાથે સભામાં હાજ હતા અને આવેશપર ચઢેલા નંદિવર્ધનને વિચાર કરવાને અવકાશ હતો નહિ. વાનરની આ અસરમાં જરા પણ અતિશયોક્તિ નથી; અવલોકન કરવાથી અથવા જયારસાથી આ વાત ચોક્કસ જણાઇ આવે તેમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737