Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 730
________________ SHESH E શ્વેતપુરમાં આહેર; પુછ્યાયનું સહચરત્વ. સંસારીજીવ અધૃતહીતસંકેતાને ઉદ્દેશીને સદાગમ સમક્ષ ભવ્યપુરૂષ અને પ્રજ્ઞાવિશાલાની હાજરીમાં પોતાની વાર્તા આગળ ચલાવતાં બેલ્યાઃ ભદ્રે ! અગૃહીતસંકેતે ! એવી રીતે અનંત કાળ અનેક જગ્યાએ રખડાવીને એક વખત ભવિતવ્યતા મને શ્વેતપુર નામના નગરમાં લઇ ગઇ અને મને આહેરનું રૂપ આપ્યું. એ રૂપ ધારણ કર્યું તે વખતે પેલા વૈશ્વાનર મિત્ર હતા તે છુપાઇ ગયા અને હું કાંઇક શાંત રૂપવાળા થયા. તેથી મને કાંઇક દાન દેવાની બુદ્ધિ કુદરતી રીતે જ ઉત્પન્ન થઇ. જોકે વિશિષ્ટ પ્રકારના વર્તન ( શીલ ) ની પ્રક્રિયા ત્યાં કરવામાં આવી નહિ, ખાસ મોટા પ્રકારના સંયમનું અનુકરણ કરી શક્યો નહિ તે પણ ઘર્ષણર્ણન ન્યાયથી હું ત્યાં કાંઇક મધ્યમ ગુણવાળા થયો. મને આવી રીતે સુધરેલા જોઇ ભવિતવ્યતા મારી ઉપર પ્રસન્ન થઇ. તેથી તેણે મારા પૂર્વના દેશસ્તદાર પુણ્યાયને પાછો જાગૃત કર્યાં અને મને સહચર ( મિત્ર ) તરીકે આપ્યા. વળી તેણે મને ઉઘાડી રીતે કહ્યું “ આર્યપુત્ર ! તમે હવે સિદ્ધાર્થપુર નગરે સીધાવેા અને ત્યાં આનં દથી રહેજે. આ પુણ્યોદય તમારી સાથે ત્યાં આવશે અને તમારા મિત્ર અને સેવક તરીકે કામ કરશે. ” મેં મારી મક્કમ વિચારની ભાર્યાનું વચન સ્વીકાર્યું. તે વખતે એક ભવમાં ચાલે તેવી ગોળી જીર્ણ થઇ જવાથી ભવિતવ્યતાએ મને એક બીજી આખા ભવ સુધી ચાલે તેવી નવીન ગોળી આપી. * ૧ વૈશ્વાનરનું છુપાવું: અહીં ક્રોધના નારા થયા નથી પણ ઉદયમાં બંધ થયે, સત્તામાં પડ્યો રહ્યો તેથી તે છુપાઈ ગયા એમ કહ્યું. ક્રોધના સર્વથા ઉદયમાંથી નારા દામે ગુણસ્થાનકે થાય છે અને સત્તામાંથી બારમે નાશ થાયછે. * ૨ ઘર્ષણધર્ણન ન્યાયઃ દિમાં ઘડાતા પીટાતા પથ્થર જેમ ગેાળ થઇ જાય છે, કાઇ નદીના ગેાળમટાળ પથ્થરને ધડવા જતું નથી—તેને ઘર્ષણ્ન ન્યાય' કહે છે. એવી રીતે પ્રાણી પણ વિકાસક્રમમાં અથડાતાં પછડાતાં ઠેકાણે આવતા જાય છે. એવા વિકાસમાં વખત ઘણા જ ( અનંતા ) જાય છે, રૂ ગાળી: એક ભવમાં વેદવા યોગ્ય કર્મનો સમૂહ. ૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 728 729 730 731 732 733 734 735 736 737