Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 729
________________ પ્રજ્ઞાવિશાલાની ચિંતવના આ પ્રમાણે સંસારીજીવ બોલતો હતો ત્યારે પ્રજ્ઞાવિશાલાએ વિચાર કર્યો કે એ ક્રોધ (વધાનર) તો ઘણું ભયંકર (આકરા) રૂપ વાળો જણાય છે ! અને હિંસા તે વળી તેનાથી પણ વધારે ભયંકર જણાય છે! દાખલા તરીકે આ મહા ભયંકર સંસારસમુદ્ર એ સંસારીજી ઘણી મુશ્કેલીઓ પાર ઉતરીને મનુષ્યભવ પ્રાપ્ત કર્યો તોપણ પાછા એ વિશ્વાનર હિંસાને તાબે પડી જઈને તેણે સ્વતઃ અણુવ્યાં તેવાં મહા ભયંકર કર્મો કર્યા, ભગવાનના વચનને પણ ગ્ય માન આપ્યું નહિ, મનુષ્યને આ ભવ હારી ગયે, ઉલટી મોટી વૈર (દુમનાઈ ) ની શ્રેણીઓ ઊભી કરી દીધી, પરિણામે સંસારસાગરમાં અનેક પ્રકારની વિડંબના પાયે, અનેક દુઃખસમૂહને હાથે કરીને સ્વીકાર કર્યો. એ હિંસા અને વૈશ્વાનરની શત્રુતા અનુભવથી સિદ્ધ છે અને આગમ (શાસ્ત્ર) માં વારંવાર બતાવવામાં આવી છે એ બરાબર જણાયા છતાં પણ પ્રાણીઓ જાણે પોતાના જ શત્રુ હોય (આત્મવૈરી હોય) તેમ વળી પાછા તે જ ક્રોધ કરે છે અને તે જ હિંસા દેવીનું અનુવર્તન કરે છે. જેઓ આ પ્રમાણે જાણતાં છતાં એમ જ કર્યા કરે છે તે બાપડા જરૂર નંદિવર્ધનના જેવીજ અનર્થપરંપરા પામે છે અને પામશે. આ વિચારથી મારા મનમાં ઘણે ખેદ થાય છે. ૧ નંદિવર્ધને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 727 728 729 730 731 732 733 734 735 736 737