Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 727
________________ ૬૮૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ આવી અને ત્યાં ગોળીને પ્રભાવથી અમારૂં બન્નેનું ગર્ભજ સર્ષ (એ) નું રૂપ થયું. ત્યાં પણ પૂર્વના વૈરને લીધે પરસ્પર અમારે બન્નેને મોટું વૈર ચાલ્યા કર્યું. એવી રીતે લડતાં લડતાં અમને આપેલી ગોળી જીર્ણ થઈ ગઈ; એટલે પાછો નવી ગોળીને પ્રયોગ કરીને ભવિતવ્યતા અમને બન્નેને એ પાપિચ્છનિવાસ નગરના ધુમ્રપ્રભા' નામના પાંચમા પાડામાં લઈ ગઈ. અમે ત્યાં પણ અરસ્પરસ ખૂબ લડયા અને મહા દુઃખમાં અને મારા સત્તર સાગરોપમ પસાર થયા. ત્યાં અનેક પ્રકારની પીડાઓનો મારે અનુભવ કરવો પડ્યો. ત્યાંથી વળી ભવિતવ્યતા અમને પંચાક્ષનિવાસ નગરમાં લઈ આવી અને ગોળીના પ્રયોગથી અમારૂં બન્નેનું સિંહનું રૂપ બનાવ્યું. સિંહ તરીકે પણ અમે ઘણું લડ્યા. એવી રીતે લડતાં લડતાં આખરે અમે જ્યારે સિંહનું રૂપ છેડી દીધું (મરણ પામ્યા) એટલે વળી પાપિચ્છનિવાસ નગરીના પંકપ્રભા નામના ચોથા પાડામાં અમને ભવિતવ્યતા લઇ આવી. ત્યાં અમે બન્ને ક્રોધને સારી રીતે માર્ગ આપવા લાગ્યા. એવી રીતે અરસ્પર કુટાતાં ટીપાતાં અમારા દશ સાગરેપમ ત્યાં પસાર થયા જે દરમ્યાન વાણુથી કહેવું પણ મુશ્કેલ પડે તેવું દુ:ખ અમે હાથે કરીને સહન કર્યું. વળી ત્યાંથી ઉપાડીને અમને બન્નેને ભવિતવ્યતાએ બાજપક્ષીનું રૂપ આપ્યું. અમારા બન્નેમાં રહેલે વૈશ્વાનર તે વખતે એટલો બધો ઉછળી પડો કે અમારે મોટી મોટી લડાઈઓ થઈ. વળી ભવિતવ્યતા નવીન ગળીને પ્રયોગ કરીને પાપિચ્છનિવાસ નગરીના વાલુકાપ્રભા નામના ત્રીજા પાડામાં અમને લઈ આવી. ત્યાં પણ અમે અનેક પ્રકારે એક બીજાને તાડના તર્જના કરતા હતા; એ ઉપરાંત ત્યાં ક્ષેત્રની પણ ઘણું પીડાઓ થઈ, વળી પરમાધામી દેવતાઓએ ત્યાં અમને ઘણે ત્રાસ આપે. એવી અનેક પીડાઓ ખમતાં અમારા સાત સાગરોપમ ત્યાં પસાર થયા. ૧ સર્ષ પાંચમી નરક સુધી જ જાય છે. ધુમ્રપ્રભા પાંચમી નારકી છે. ૨ સિંહ ચોથી નરક સુધી જ જાય છે. પંકપ્રભા થી નારકી છે. ૩ પક્ષી ત્રીજી નરક સુધી જ જાય છે. વાલુકાપ્રભ ત્રીજી નારકી છે. ૪ પ્રથમની ત્રણ નારકીમાં એક અધમ જાતના અસુરો જેને પરમાધામી” કહેવામાં આવે છે તેઓ નારકને બહુ દુઃખ આપે છે, અન્યને દુઃખી જોઈ તેઓને તેમાં બહ આનંદ આવે છે. એ દેવો જેથી નારકીથી હોતા નથી; છતાં ઉપરની નારકીમાં ક્ષેત્રવેદના અને અન્ય કૃત વેદના ઉત્તરોત્તર વધતી જ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737