Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 723
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ વિમળમતિ જેવા દેવના હુકમ ! પરંતુ સાહેબ! મારે એકલાએજ આ વખતે જે ઉચિત કરવાનું હોય તે કરવાનું છે એમ નથી પણ આ આપનું અંતઃપુર છે તેની અંદર રહેનાર સર્વેએ ( રાણીઓ તથા કામકાજ કરનાર માણુસાએ), આ આપના સામંત વર્ગ છે તેમણે, તેમજ આપના બીજો રાજ્યવર્ગ છે તેમણે અને સંક્ષેપમાં કહું તે। આ આખી સભાએ આ વખતને ઉચિત કામ કરવાનું છે.” ૬૮૨ બુદ્ધિશાળી પ્રધાનના અર્થસૂચક પ્રેરક જવાબ. રાજાએ પેાતાના મનમાં વિચાર કર્યો કે મેં તે આ મંત્રીને એવે હુકમ કર્યાં હતા કે મારે દીક્ષા લેવાને વિચાર છે તેથી તેને યોગ્ય જિનસત્ર, જિનપૂજા, દાન, મહેાત્સવ વિગેરે જે કરવા યોગ્ય હાય તે સર્વ કરો તેના જવાબમાં આ શું બેલે છે ? એના બેલવામાં કોઇ ઊંડો ભાવાર્થ હોય એમ જણાય છે. આમ વિચારીને રાજાએ મંત્રીને કહ્યું “અત્યારે જે જે કામેા કરવાનાં છે તે તે સર્વે તારેજ કરવાનાં છે, તે કરવાં તે તારા અધિકારના વિષય છે અને તું તે સર્વ કરી શકે તેટલી શક્તિવાળા છે; ત્યારે પછી તે ગણાવ્યાં તે સર્વે ખીજાં આ સમયને ઉચિત વળી બીજું તે શું કરવાનાં હતાં?” વિમળમતિ— સાહેબ ! આપસાહેબે જે કરવાના આરંભ કર્યો છે તેવું જ કાંઇ કરવું એ અમારે સર્વેને પણ આ વખતે ઉચિત ગણાય તેથી તે અમારે સૌએ મળીને કરવું જોઇએ, બીજું કાંઇ નહિ. કારણ ન્યાય તે સર્વને માટે સરખા જ હાવા જોઇએ. ભગવાન આચાર્ય મહારાજે હમણા જ આપણને સર્વને સમજાવ્યું છે કે સર્વ જીવાના દરેકના ત્રણ ત્રણ ફેંટુંબ હેાય છે. એ પ્રમાણે છે તેથી અમારે સર્વેએ પણ આ વખતને ઉચિત આપની ધારણા પ્રમાણે કરવું જોઇએ-એટલે કે પ્રથમ અંતરંગ કુટુંબ ક્ષમા માર્દવ આર્જવ વિગેરેની પાષણા કરવી જોઇએ, બીજા અંતરંગ કુટુંબ રાગદ્વેષના વિનાશ કરવા જોઇએ અને ત્રીજા બાહ્ય કુટુંબના ત્યાગ કરવા જોઇએ. ” અરિદ્રમન—“ જો તમે કહેા છે તે સર્વે પણ એ વાતને અંગીકાર કરતા હોય તેા ઘણું સારૂં !” r વિમળમતિ— આપ જે કર્તવ્ય કરવાના છે તે સર્વને શાંતિ આપનાર છે તેથી તેઓ સર્વ તે આદરે તેમાં સવાલ જ શે છે?” પ્રધાનના આવા જવાબ સાંભળીને તે સભામાં જે ભારેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737