Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 722
________________ પ્રકરણ ૩૩] અરિદમનનું ઉત્થાન. ૬૮૧ છે અને જેનો ત્યાગ ન કરવાથી દુઃખના દરિયા આવી પડે છે તેનો ત્યાગ ક્યો ડાહ્યો માણસ ન કરે? વિકાચા–“જે પ્રાણીને સંસારનો ભય લાગ્યું હોય અને જેના સમજવામાં સાચું તત્વ આવી ગયું હોય તેણે એ ત્રણે કામે અવશ્ય કરવા યોગ્ય છેઃ (પ્રથમ અંતરંગ કુટુંબને સ્વીકાર-બીજા અંતરંગ કુટુંબપર વિજય અને ત્રીજા બાહ્ય કુટુંબને ત્યાગ.)” અરિદમન-“ ત્યારે સાહેબ ! જેણે ખરૂં તત્વ જાણ્યું ન હોય તેવા પ્રાણીને આપે કહ્યું તે પ્રમાણે પ્રગતિ કરવાને કાંઈ અધિકાર આ સર્વરશાસનમાં છે કે નહિ ?” વિવેકાચાયૅ–“નહિ, રાજન્ ! બીલકુલ નહિ." રાજાએ પિતાના મનમાં વિચાર કર્યો કે-મે તે ગુરૂમહારાજ પાસેથી તત્ત્વ જાણ્યું છે અને તેના ઉપર મારી શ્રદ્ધા પણ બરાબર ચોંટી છે તેથી ગુરૂમહારાજે જે કામ કરવાને ઉપદેશ આપ્યો છે તે કરવાને અધિકાર અને પ્રાપ્ત થયે જણાય છે-આમ વિચારતાં રાજાને તે વખતે વીર્ષોલ્લાસ , અંતરાત્માની પ્રસન્નતા થઈ અને તેથી તે ગુરૂમહારાજ કેવળી ભગવાન વિવેકાચાર્યને પગે પડ્યો અને હાથ જોડી આ પ્રમાણે કહેવા લાગ્યો: “મહારાજ! આપસાહેબની આજ્ઞા હોય તે આપશ્રીએ હમણું જે અત્યંત નિર્દય કામ કરવાની વાત કહી છે તે કામ કરવાની મારી ઈચ્છા છે !” વિવેકાચાર્ય– મહાવીર્ય ! તમારા જેવાએ તેમ કરવું ગ્ય જ છે. તમે તત્ત્વ જાણ્યું છે અને તમને તેની ઉપર રૂચિ થઈ છે, તેથી તે બાબતમાં મારી પૂરેપૂરી સંમતિ છે.” તે વખતે રાજા અરિદમને પોતાની બાજુમાં રહેલ વિમળ મંત્રી ઉપર પોતાની નજર કરી; એટલે વધારે નમ્રતા બતાવીને “ફરમાવો સાહેબ” એમ મંત્રીશ્વર બોલ્યા. અરિદમન–“આર્ય! મારે રાજ્ય, સગાસંબંધી અને શરીરનો સંગ છેડી દે છે, આ આચાર્ય મહારાજના ઉપદેશ પ્રમાણે રાગદ્વેષ વિગેરે કુટુંબીઓને મારી હઠાવવા છે, જ્ઞાન વિગેરે અંતરંગ વિશુદ્ધ કુટુંબની નિરંતર પિષણ કરવી છે અને સર્વરશાસનની દીક્ષા લેવી છે તેથી આ વખતે જે કરવા યોગ્ય હોય તે સર્વ જલદી કરે.” ૧ મહાવીર્ય પ્રબળ આત્મશક્તિને પ્રગટ કરી શકનાર. ૨ જાણે તેને કાંઈ કહેવું છે એ ભાવ બતાવનારી મુખમુદ્રા. ૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737