Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 720
________________ પ્રકરણ ૩૨] ત્રણ કુટુંબો. ૬૭૯ વિવેકાચાર્ય—“ રાજન્! તમે બરાબર હકીકત જાણી છે. મહામાહ (અત્યંત અજ્ઞાન ) વગર કાણુ ડાહ્યો માણસ એવા પ્રકારની ચેષ્ટા કરે ? ” અરિદમન—“ મારે આપને એક બીજો પણ સવાલ પૂછવાને છેઃ ધારો કે કોઇ પ્રાણી પેાતાનામાં બીજા અધમ અંતરંગ કુટુંબને મારી હઠાવવાની શક્તિ છે કે નહિ એ સંબંધના ગોટાળામાં પડી જાય અને તેથી કરીને તે અધમ કુટુંબના નાશ કરવાને શક્તિમાન થાય નહિ તેવા પ્રાણી કદાચ ત્રીજા બાહ્ય કુટુંબના ત્યાગ કરે તે તેને તેથી શું ફળ થાય ? હું આપે ઉપર જણાવ્યા તેવા મુક્તિપ્રાપ્તિના લાભ તેને થાય કે નહિ તે આપ મને વિવેચનપૂર્વક જણાવેા. ” વિવેકાચાર્ય— રાજન્ ! જે પ્રાણી ત્રીજા અધમ અંતરંગ કુટુંઅને મારી હઠાવતા નથી તે કદિ ત્રીજા સંસારી માહ્ય કુટુંબને ત્યાગ કરે તે તેથી તેને માત્ર આત્મવિડંબના જ થાય છે. ત્રીજા કુટુંબના ત્યાગ કરી આકુળવ્યાકુળપણું હોડી દઇ જે પ્રાણી બીજા અધમ કુટુંબને મારી હઠાવે છે તેનાજ ત્રીજા બાહ્ય કુટુંબના ત્યાગ સફળ છે અને જો તેમ ન થાય તે તે તદ્દન નકામા અને નિષ્ફળ છે એ ધ્યાનમાં રાખવું, ૧૧ Jain Education International ૧ સંસાર ત્યાગ કરી પાછા બીજા આકારમાં કષાય કે નેકષાયેા કરવા તે શાસ્ત્રકારની વિવેકદૃષ્ટિએ આત્મવિડંબના છે એ બાબત બહુ સમજવા યોગ્ય છે. ઘણીવાર માત્ર બાહ્યત્યાગમાં જ પરિપૂર્ણતા માનવામાં આવે છે તેમણે આ વિવેક ધ્યાનમાં રાખવા. ત્યાગવગર મુક્તિ નથી પણ આત્માને છેતરવા જેવું પાપ નથી. ત્યાગભાવના દાવા કરનાર પાસેથી લેાકા વિશુદ્ધ અંતરંગ આચરણની અપેક્ષા રાખે તે તદ્દન સ્વાભાવિક છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737