Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 714
________________ ૬૭a પ્રકરણ ૩૨] ત્રણ કુટુંબે. અનાદિ સંસારમાં બીજું કુટુંબ વધારે જોર મેળવી જાય છે અને “પ્રથમનું કુટુંબ દબાઈ ગયેલી સ્થિતિમાં રહે છે; એને લઈને એ પ્રથમનું કુટુંબ એટલું છુપાઈ જાય છે કે ભયથી તે પોતાનું દર્શન “પણ પ્રાણીને કરાવી શકતું નથી; આથી તેનું સ્પષ્ટ દર્શન પ્રાણીને થતું નથી. હવે એવી રીતે એ અભુત અંતરંગ કુટુંબનાં દર્શન પણ ન થવાને લીધે તેનામાં કેટલા અને કેવા ગુણે છે તે આ પ્રાણીના “ જાણવામાં પણ આવતું નથી, અને એ પ્રમાણે થવાથી પ્રાણીનો તેના “ઉપર પૂર્ણ આદરભાવ થતો નથી. આવું કુટુંબ પોતાના અંતરંગ “ રાજ્યમાં વર્તતું હોય છે, છતાં જાણે તેવું કે કુટુંબ પોતામાં વસતું જ નથી એમ પ્રાણી માને છે. વાત એટલે સુધી વધી પડે છે કે “અમારા જેવા અંતરંગમાં રહેલા વિશુદ્ધ કુટુંબના ગુણોનું વર્ણન કરે “છે તે તેની પણ કાંઈ ગણના કરવામાં આવતી નથી. આની સાથે વળી એવું બને છે કે તે બીજા પ્રકારનું અધમ કુટુંબ પેલા પ્રથમ “ પ્રકારના વિશુદ્ધ અંતરંગ કુટુંબને અનાદિ સંસારમાં મારી હઠાવી તેના ઉપર વિજયપતાકા મેળવે છે અને તેને પરિણામે પિતાને દોર વધારે મજબૂતપણે ચલાવી પ્રાણીને દઢપણે વળગી રહે છે અને પ્રગટપણે પ્રત્યક્ષ થઇ તેનું ઘણુરણી થઈ પડે છે તેવી સ્થિતિમાં સ્પષ્ટ થાય છે. આથી પ્રાણનાં દર્શન એ બીજા અધમ કુટુંબની સાથે દરરોજ થાય છે. દરરોજ સાથે રહેવાથી પ્રાણીને તેના ઉપર પ્રેમસંબંધ વધારે વધારે થતો જાય છે, તેને જોઈને પ્રાણીને મનમાં સંતોષ-આનંદ થાય છે. તેના ઉપર ઘણે વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને તેની સાથે ગાઢ દોસ્તી સંબંધ ઉત્પન્ન થાય છે. આવી રીતે એ ક્રોધ તથા રાગ દ્વેષના સમૂહવાળા બીજા અધમ કુટુંબ ઉપર પ્રાણીની નિરંતર આસક્તિ વધતી જતી હોવાને પરિ“મે એનામાં જે અનેક દે હોય છે તે પ્રાણી જોઈ શકતા નથી અને પ્રેમને લઈને તેનામાં જે ગુણે નથી હોતા તે પણ તેનામાં છે એવો મિથ્યા આરોપ કરે છે. આ કારણને લઈને ખોટા પ્રેમને પરિણુમે પ્રાણી એ દ્વિતીય અધમ કુટુંબની પિષણ વધારે ને વધારે કરતો જાય છે. વળી તે અંતઃકરણપૂર્વક માને છે કે આ “અધમ કુટુંબ જ પિતાનું ખરેખરૂં સગું છે. તેથી તેના ઉપર પરમ પ્રેમપૂર્વક બંધુબુદ્ધિ તે પ્રગટ કરે છે અને અમારા જેવા (સાધુઓ-વિશુદ્ધ ઉપદેશકો) જે કદિ તે કુટુંબના દોષો તેની પાસે પ્રકાશમાં મૂકે છે તો ઉલટે અમારા જેવાને તે પોતાના દુશ્મન ગણે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737