Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 707
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૩ “ગીઓ તે તદન હેરાન થઈ ભવ હારી જવા જેવા થઈ જાય છે, એટલું જ નહિ પણ કેટલાક ઊંચી હદના પ્રાણીઓ કે જેઓ તીર્થકર મહારાજે બતાવેલ આ ભવપ્રપંચ સારી રીતે સમજેલા હોય છે. જેઓનાં હૃદયમંદિરમાં જિનવચનરૂપ દીપકને પ્રકાશ પડેલા “હોય છે. જેઓ તેને લઈને મનુષ્યભવ પ્રાપ્ત થવો કેટલે મુકેલ છે તે • સમજતા હોય છે, જેઓ સંસારસાગરને તારનાર એક ધર્મ જ છે " એમ બરાબર જાણતા હોય છે અને જે કાંઇક સંવેદન થવાથી " (સમ્યજ્ઞાન યોગે, ભગવાને બતાવેલ ઉપદેશનો અર્થ પિતાના અનુભવથી “ જાણતા હોય છે અને જેઓએ પોતાના પરમ આનંદનું સ્થાન સિદ્ધ " દશા છે એમ નિર્ણય કરેલ હોય છે તેવામાં પણ નાના બાળકની પેઠે બીજાઓને ત્રાસ આપવા મંડી જાય છે, ગર્વથી લેવાઈ જાય છે, - બીજા પ્રાણીઓને છેતરવા મંડી જાય છે, પૈસા પેદા કરવાના " પ્રસંગ આવે ત્યારે રાજી રાજી થઈ જાય છે, અનેક પ્રાણીઓને મારી નાખે છે (મારવા પડે તેવો ધંધો કરે છે અથવા લડાઈ કરે છે), ખેટું બોલે છે, પારકા પૈસા ઉચાપત કરે છે, ઇંદ્રિયના વિષયોને ઉપભોગ કરવામાં આસક્ત બની જાય છે, મોટો સંગ્રહ (પરિગ્રહ) “એકડે ફરે છે. રાત્રી ભોજન કરે છે તેમજ વળી તેવા પ્રકારનું જ્ઞાન હોવા છતાં મારા શબ્દ સાંભળવામાં મોહ પામી જાય છે, સુંદર રૂપ જોવામાં મુંઝાઈ જાય છે, સારા રસવાળા પદાર્થો ખાવામાં આસક્ત થઈ જાય છે, સુગંધવાળા પદાર્થો સુંઘવામાં લલચાઈ “ જાય છે. સુંદર સ્પના પદાથા વસ્તુઓ કે પ્રાણીઓને પ્રેમથી ભેટી પડે છે. વળગી પડે છે, અને પિતાને પસંદ ન આવે તેવા શબ્દ રૂ૫ રસ ગંધ કે સ્પર્શવાળા પદાર્થો કે પ્રાણીપર દ્વેષ કરે છે, તેની સામે તિરસ્કારની નજરથી જુએ છે, તેની અવગણના કરે છે, પાપસ્થાનમાં અંતઃકરણને નિરંતર ભ્રમણ કરાવે છે. ભાષા ઉપર (બેલવા ચાલવા ઉપર ) કેઈ પણ પ્રકારને અંકુશ ન રાખતાં જેમ “મનમાં આવે તેમ બોલ્યા કરે છે, શરીરને તદ્દન ઉદ્ધત બનાવી મૂકે છે “અને તપસ્યા કરવાથી તો દૂર નાસતા ફરે છે. આ મનુષ્યને ભવ મો“ક્ષને ખેંચી લાવવામાં–મેળવી આપવામાં પ્રબળ કારણભૂત થઈ શકે તેવો હોવા છતાં જે પ્રાણુઓ ઉપર પ્રમાણે વર્તન કરે છે તેઓ ઓછા “નસીબવાળા અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તો કમનસીબ હોવાથી આ મનુષ્ય ભવ તેઓને જરા પણ ગુણકારક નથી બનત, એટલું જ “નહિ પણ જેમ આ નંદિવર્ધન કુમારના સંબંધમાં બન્યું છે તે પ્રમાણે “ઉલટ અનંત દુઃખપરંપરાથી ભરપૂર સંસારને વધારનાર થઈ પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737