Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના હું, મારી અધ્યાત્મયાત્રાના પ્રથમ સોપાનરૂપે ‘ઊગ્યો મુક્તિનો અરુણોદય : સમ્યગ્દર્શન’ આ ગ્રંથ પ્રકાશિત કરી રહી છું. સમ્યગ્દર્શન, જેને મુક્તિનું દ્વાર કીધું છે એ સૂર્યોદય થતા પહેલા જેમ અરુણોદય થાય છે અને રાતનો અંધકાર વિલિન થઈ જાય છે તેજ પ્રકારે કેવળજ્ઞાનનો સૂર્ય પ્રકાશિત થતા પહેલા મોહરૂપી અંધકાર વિલિન થઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જેમ પ્રાતઃકાળમાં પ્રકાશનું આગમન થતા જ આપણી ગાઢ નિદ્રા અથવા સ્વપ્નમાલાનો અંત આવે છે તેજ પ્રમાણે સમ્યગ્દર્શનનું આગમન દેહ અને કર્મકૃત વ્યક્તિત્વ સાથેના આપણા અનાદિકાળના તાદાત્મ્યનો અંત લાવે છે. સામાન્યતઃ દેહ અને ‘હું’ આ બંને એકરૂપ જણાય છે પણ વાસ્તવમાં બંને સંપૂર્ણપણે ભિન્ન ભિન્ન તત્ત્વ છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સાથે આ તથ્ય માત્ર બૌદ્ધિક સ્ત૨ના સમજણ ૫૨ ન ૨હેતા અનુભવના સ્તર પર આવે છે. આ સ્વાનુભૂતિ એ સમ્યગ્દર્શનની નીવ છે. આમ આ પૂર્વે ‘જૈન યોગ’ આ વિષયને આલેખતો, ‘અમૃત યોગનું પ્રાપ્તિ મોક્ષની’ ગ્રંથ પ્રકાશિક કર્યો છે. આત્માના શુદ્ધ સ્વભાવમય મોક્ષ સાથે યોજન, જોડાણ કરાવે તે યોગ છે. આથી જ ‘મોક્ષળ યોગનાવ્ યોઃ’ એવી એની વ્યાખ્યા મળે છે. જે પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષપદને પ્રાપ્ત કરે એનું નામ યોગ છે. જૈનદર્શનમાં આ મોક્ષમાર્ગ, યોગમાર્ગ એ આ શુદ્ધ રત્નત્રયરૂપ અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યચારિત્રરૂપ છે. અનાદિકાળથી આ સંસારચક્રમાં ફરતા જીવોને ભવભ્રમણમાંથી બચાવનાર અને મોક્ષપ્રાપ્તિ કરાવનાર આ યોગમાર્ગ છે. પ્રત્યેક જીવાત્મા પોતાના પુરુષાર્થથી અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રરૂપ રત્નત્રયની સાધના કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. એટલે આ ‘જૈન યોગ’ વિશેના પુસ્તકના અનુસંધાનમાં રત્નત્રયનું પહેલું અને સૌથી મહત્ત્વનું સોપાન જે ‘સમ્યગ્દર્શન’ છે, એ વિષય પર લખવાનો નમ્ર પ્રયાસ મેં અહીં કર્યો છે. સમ્યગ્દર્શન જે મોક્ષપ્રાપ્તિ માટે અત્યંત મહત્ત્વનું છે અને સાથે સાથે ગહન વિષય છે જેના વિશે મારા જેવા અલ્પમતિવાળા માટે

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 172