Book Title: Trishashti Shalaka Purush Charitram Author(s): Jineshchandravijay Publisher: Rander Road Jain Sangh View full book textPage 4
________________ NEWS Dostoy પ્રકાશનની સાથે સાથે ૧૩: 83, 8 8 8 8 8 8 8 8 8 (8) પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા તેમના ગુરુબંધુ પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ એક દિવસ અમારા સંઘના આગેવાનોને બોલાવીને કહ્યું કે ગુરુ મહારાજનું જે જ્ઞાનયજ્ઞનું કાર્ય હતું તે આગળ ધપાવવું છે. અને તે માટે શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથમાળા શરૂ કરવી છે. તે પણ તમારા શ્રીસંઘના નેજા હેઠળ કરવા ભાવના છે. તે વખતે હાજર રહેલ શ્રી સંઘના સભ્યોએ આ કાર્ય માટે સહર્ષ સંમતિ દર્શાવી અને આજ સુધી આ ગ્રંથમાળાના ૩૩ પુસ્તકો અમારા સંઘે પ્રકાશિત કરેલ છે. તેમાં તે બન્ને પૂજ્યોનો જ ઉપકાર માની શકાય. આજે તે બન્ને પૂજ્યોની ગેરહાજરીમાં પણ તેઓશ્રીના શિષ્યો—પ્રશિષ્યો તરફથી જે ગ્રંથ સંશોધિત સંપાદિત થાય તે દરેક ગ્રંથોનું પ્રકાશન પણ અમારા શ્રીસંઘના હસ્તક થશે. તે જાણી અમોને અતિ આનંદની લાગણી થાય છે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર–આ. શ્રી વિમલસૂરિજીનું સંશોધન પ.પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ. પૂ. પંન્યાસ શ્રી નિર્મળચંદ્રવિજયજી મ.સા.ના શિષ્ય ગણિ શ્રી જિનેશચંદ્રવિજયજી મ.સા.એ કરેલ છે. તેનો સંપૂર્ણ આર્થિક સહયોગ બાબુ અમીચંદ પનાલાલ શ્રી આદીશ્વરજી જૈન ટેમ્પલ ટ્રસ્ટ વાલકેશ્વર – મુંબઈ લીધો છે. આ ગ્રંથનું ટાઈપસેટિંગનું કાર્ય જગદીશ બારીયા તથા મુદ્રણકાર્ય ભરત ગ્રાફિક્સવાળાએ અત્યંત ઝડપથી કર્યું છે. ગ્રંથ પ્રકાશન માટે જ્ઞાનદ્રવ્યની રકમ આપનારા શ્રી સંઘોટ્રસ્ટોના અમો આભારી છીએ. અભ્યાસીઓ આનો ખૂબ ઉપયોગ કરે એ જ અભિલાષા. Jain Educationa International લિ. શ્રી રાંદેર રોડ જૈન સંઘ-સુરત For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 234