________________
દીમાં લાગ્યો. તેમ તેમ તે
ઉપવિભાગો હતાં (૧) મૂળ પ્રથમાનુયોગ (૨) ચંડિકાનુયોગ. તેમાં મૂળ પ્રથમાંનુયોગમાં અરિહંત ભગવંતોના ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન, નિર્વાણ વગેરે સંબંધી અતિવૃત્ત તથા શિષ્ય સમુદાયના વર્ણનો તથા ગંડિકાનુ યોગમાં કુલકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ વગેરે તથા બીજા અન્ય મહાપુરુષોના ચરિત્રો હતા.
દષ્ટિવાદનો જેમ જેમ વિચ્છેદ થવા લાગ્યો તેમ તેમ તેમાં સમાવિષ્ટ અનુયોગનો પણ વિચ્છેદ થવા લાગ્યો. તે જ વખતે પ્રાયે કરીને ઈસ્વીસનની પ્રારંભિક શતાબ્દીમાં આચાર્ય શ્રી આરક્ષિતસૂરિજીએ અનુયોગના ચાર પ્રકાર કરી વિશેષ પ્રકારની વ્યાખ્યાપદ્ધતિ પ્રરૂપી. તેમાં (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણકરણાનુયોગ અને (૪) ધર્મકથાનુયોગ. દ્રવ્યાનુયોગમાં છ દ્રવ્ય વગેરેનું સ્વરૂપ, ગણિતાનુયોગમાં ૧૪ રાજલોકનું પ્રમાણ વગેરે, ચરણકરણાનુયોગમાં ચારિત્રમાં રુચિ થાય સ્થિરતા થાય તેવા ઔપદેશિક પ્રકરણો વગેરે, અને ધર્મકથાનુયોગમાં વિશુદ્ધ આચરણ કરનારા મહાપુરુષોની જીવન કથાઓ આદિ આવે છે.
આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિજીએ દૃષ્ટિવાદની અંતર્ગત આવેલ અનુયોગના વિભાગો પ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગને ધર્મકથાનુયોગમાં સમાવેશ કરીને નાશ થતા અટકાવી દીધા પણ તેમના ગયા પછી કાળના પ્રભાવે તે પણ શીર્ણ-વિશીર્ણ થતો ગયો. વીર નિર્વાણના ૬૦૦ વર્ષ પછી શાલિવાહન રાજાના સમયમાં આચાર્ય શ્રી કાલકસૂરિજીએ પ્રથમાનુયોગ નામથી આ વિશીર્ણ કથાઓનો પુનરુદ્ધાર કર્યો. અને ત્યાર બાદ અનેક આચાર્ય ભગવંતે તેની ઉપર સાહિત્ય રચીને પ્રથમાનુયોગને જીવંત રાખવા પ્રયત્ન કર્યો. ૬૩ની સંખ્યા અને શલાકા પુરુષનો અર્થ :
સમવાયાંગ સૂત્રના (સૂ. ૧૩૨) આધારે ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ (નારાયણ), ૯ બળદેવને ઉત્તમ પુરુષ માની શીલાંકાચાર્યે ચઉપન્નમહાપુરુસીરિયંમાં ૫૪ની સંખ્યામાં માની. ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org