________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શાસનસમ્રાટુ શ્રી વિજયનેમિ વિજ્ઞાન-કસ્તુરચંદ્રોદય
અશોકચંદ્રસૂરીશ્વરેભ્યો નમ:
ste(SC)
શિષ્ટિ સર્શિ, ભૈ આલ્લા પલિશ
तीर्थेशचक्रिप्रतिविष्णुसीरिणः, कृष्णा जिनार्कग्रहसम्मिताः क्रमात् । एभिः शलाका शिवसौख्यलब्धये, fક્ષતા શનાdalપુરુષાતત્તત્ત્વમી / ૬૮ // (રૂદ્રષ્ના )
"
પુરુષાર્થ કરે તે પુરુષ, સ્વાર્થ કાજે તો દરેક પુરુષાર્થ
કરે, પરમાર્થ કાજે તો વિરલા જ કરે. કેટલાક પોતાના માટે, કોઇક કુટુંબ-પરિવાર માટે, થોડા ઘણા ગામ-નગર કે રાજ્ય માટે પુરુષાર્થ કરે તે ઉત્તમ પુરુષ છે. લોકોત્તર પુણ્યવંત શલાકાપુરુષો ત્રણ ખંડ કે પખંડના ભલા માટે પુરુષાર્થ કરે છે. લોકોત્તમ તીર્થંકર પરમાત્મા ત્રણે લોકના શ્રેય માટે નિઃસ્વાર્થભાવે ઉપકાર કરી રહ્યા છે.
આવા ૬૩ શલાકાપુરુષના ચરિત્રો કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંતે પોતાની આગવી શૈલીમાં સંસ્કૃત પદ્યમાં રચ્યા પછી ઘણા પૂયોએ શલાકાપુરુષના ચરિત્રો રચ્યા. છતાં ય એકદમ સરળ શૈલીથી સામાન્ય સંસ્કૃત ભણેલા પણ સરળતાથી થોડામાં સમજી શકે તે રીતે શલાકાપુરુષોના ચરિત્રો સાથે તે તે પ્રસંગો વર્ણવાનો શ્રી વિમલાચાર્ય ભગવંતે સફળ પ્રયત્ન કર્યો છે. જો કે વચમાં જે પદ્યો લીધા છે તેમાં તો ૧૩ માં સૈકાની છાંટ અવશ્ય અનુભવ્યા વિના રહેતી નથી. શ્લોકોના અર્થ - ભાવાર્થ માટે તો વાચકને વિદ્વત્તાની કે વિદ્વાનની અવશ્ય જરૂરીયાત રહેશે જ.
પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદન અમારા સાધુઓ કરે તેવી જે બન્ને પૂજ્યો (પૂજ્ય મોટા મ.) જિનશાસન શણગાર પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ., (પૂ. ગુરુદેવશ્રી) સૂરિમંત્રસમારાધક પ. પૂ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ. ની અંતરની ભાવના હતી. તદનુસાર પૂજ્ય મોટા મ. ના પ્રશિષ્ય ગણિવર્ય શ્રી જિનેશચંદ્રવિજયજી ને સંશોધનના કામ માટે મનથી. દીલચસ્પી છે. તેથી બાહ્યપ્રવૃત્તિમાં રસ ન લેતા સારી એવી મહેનત કરી અપ્રગટ એવા શ્રી વિમલાચાર્યકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ગ્રંથનું સંશોધન-સંપાદન કરી વિદ્વાનોના કર-કમલમાં અર્પણ કરે છે, એ આનંદની વાત છે.
ભવિષ્યમાં પણ આ જ રીતે તેઓ અનેક ગ્રંથોના સંશોધન-સંપાદન કરી જિનશાસનને ચરણે. ધરી પૂજ્યશ્રીના હૃદયને આનંદિત કરે.
અંતે વિદ્વાન સુશવાચકો પણ આ ચરિત્રનું વાંચન કરી આત્માને પવિત્ર કરે તેવી શુભેચ્છા... જિનશાસનશણગાર પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. ના ગુરુબંધુ સૂરિમંગસમારાધક પ. પૂ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ. નો પટ્ટધર
વિ. સોમચંદ્રસૂરિ પોષ સુદ ૧૪, પૂજ્યશ્રીની ૧૮મી માસિક તિથિ
Jain Educationa International
www.jainelibrary.org