________________
Sા.
તિવિહેણ વંદામિ ખુદ માસ્તર પિતે પણ પિતાને “ચકલી માસ્તર' તરીકે ઓળખાવતા. ભણાવવામાં તેઓ ઘણા હોંશિયાર હતા. ત્રણ પેઢી સુધીના વિદ્યાર્થીઓને તેમણે ભણવેલા. આ ચકલી માસ્તર પાસે મારા પિતાશ્રી સાથે ત્રિભુવને પણ અભ્યાસ કર્યો હતે.
એ દિવસમાં પાદરામાં અંગ્રેજી શાળા ચાલુ થઈ ગઈ હતી. ઘણાખરા વિદ્યાથીઓ છ ધેરણ સુધીને વર્નાક્યુલર ફાઈનલને અભ્યાસ કરતા. કેટલાક વિદ્યાથીઓ ચેથા ઘેર પછી અંગ્રેજી શાળામાં ફર્ટ સ્ટાન્ડર્ડમાં દાખલ થતા ત્રિભુવને છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ ચાલુ રાખેલે. મારા પિતાશ્રી ચોથા ધોરણ પછી અંગ્રેજી શાળામાં (ટાવરવાળી શાળામાં) દાખલ થયેલા.
એ દિવસોમાં મુંબઈથી અમદાવાદ અને દિલ્હી સુધીની બ્રેડગેજ રેલવે લાઈન ચાલું થઈ ગયેલી. ભારતની રેલવેનું આયેાજન સિમલાનું રેલવે બોર્ડ કરતું. મુંબઈથી ઊપડેલી ટ્રેન વડોદરા રાજ્યમાંથી પસાર થઈ દિલ્હી જતી. એટલે રેલવે બેડે એ વિભાગની ટ્રેન માટે “બી. સી. આઈ. રેલવે એવું નામ રાખવા વિચારેલું. બી. સી. આઈ. એટલે બેએ એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા. પરંતુ ગાયકવાડ સરકારે એ નામમાં બરોડા' શબ્દ ઉમેરવા માટે આગ્રહ રાખેલે અને એ શરતે પિતાના રાજ્યની પરવાનગી આપેલી. એટલે બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા રેલવે (બી.બી. એન્ડ સી આઈ. રેલવે) એવું નામ રાખવું પડેલું. ગાયકવાડ સરકારે ડભેઈથી વિશ્વામિત્રો સુધી આવતી પિતાની મીટરગેજ જી. ડી. રેલવે (ગાયકવાડ-ડાઈ રેલવેને વિ. સં. ૧૯૫૩માં પાદરા સુધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org