________________
પૂ. શ્રી વિજયધર્મસુરિજી મહારાજ કહ્યું, “હું જે રીતે રમણભાઈને જાણું છું તે જોતાં રમણભાઈના ત્યાં જવાથી તેઓ નાસ્તિક નહિ થાય, પણ વ્યાખ્યાનમાળા આસ્તિક થઈ જશે.” મહારાજશ્રીની સંમતિથી હું સાનંદાશ્ચર્યમાં ગરકાવ થઈ ગયે.
પૂજ્ય આચાર્ય મહારાજ પાપે વંદન અર્થે આવેલાં લેઓની હંમેશાં ભીડ રહેતી. તેનું કારણ નાનાંમોટાં સહુની સાથે તેઓ આત્મીયતા દાખવતા. એને લીધે કેઈને એમની પાસે જતાં સંકેચ થતું નહિ. આચાર્ય મહારાજ પોતે દરેકની વાતમાં રસ લઈ તેને યોગ્ય માર્ગદર્શન આપતા. સેંકડે નહિ બલકે હજારે માણસને તેઓ નામથી ઓળખતા. એમની પાસે કઈ જાય કે તરત તેઓ નામ દઈને બેલાવતા. તેઓ ઉંમરમાં મોટા હતા એટલે કેટલાંયને એકવચનમાં સંબોધતા. પરંતુ એથી તેમનામાં રહેલું પિતાતુલ્ય વાત્સલ્ય પ્રતીત થતું અને તેને લીધે તે વિશેષ ગમતું. - પૂ. વિજયધર્મસૂરિ મહારાજનું સમગ્ર જીવન તેજસ્વી હતું. તેમનું ગૃહસ્થ જીવન શૈડાં વર્ષોનુ પણ ધર્મપરાયણ હતું. તેમને જન્મ વિ. સં. ૧૯૬૦ માં વઢવાણમાં થયે હતું. તેમનું જન્મનામ ભાઈચંદ હતું. તેમના પિતાશ્રીનું નામ હીરાચંદભાઈ અને માતાનું નામ છબલબહેન હતું. તેમણે છ વર્ષની ઉંમરે પિતાના પિતા ગુમાવ્યા હતા. એમનાં ધર્મ પરાયણ માતાએ ભાઈચંદને પ્રાથમિક શાળાના અભ્યાસની સાથે સાથે પાઠશાળામાં પંચપ્રતિક્રમણ સૂત્રને અભ્યાસ કરાવ્યું. બાળક ભાઈચંદની સ્મૃતિ અને ગ્રહણશક્તિ ઘણી સતેજ હતી. નવ વર્ષની ઉંમરે તે તેઓ આસપાસનાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org