________________
પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ
પોતાનાં માતુશ્રીને દીક્ષા આપી એમનું નામ સાધ્વી શ્રી ધર્મશ્રી આપ્યું હતું.
છેલ્લા દાયકામાં એમણે મુંબઈથી સમેતશિખરના સંઘ કઢાવ્યા હતા. ત્યારપછી સમેતશિખરથી શત્રુંજયના સંધ કઢાવ્યેા હતેા. આ એમની જેવીતેવી સિદ્ધિ નહેાતી, કારણ કે એમાં લાખો રૂપિયાના ખર્ચની અને વહીવટી વ્યવસ્થાની જવાબદારી સઘપતિઓએ ઉઠાવવાની હતી. એમણે સમેત શિખરમાં વીસ જિનાલયનું નિર્માણુ ધર્મશાળા સહિત કરાવ્યું અને કચ્છમાં તેર જિનાલયનું કાર્ય ઉપાશ્રય, ધર્મશાળા વગેરે સહિત ચાલુ કરાવ્યું હતું.
એમની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં અધિવેશને અને સ'મેલના ચે।જાયાં હતાં. એમને જુદે જુદે સમયે વિવિધ પદવીથી સંધ અને સમાજે અલંકૃત કર્યાં હતા. એમની પ્રેરણા અને સદુપદેશથી જુદે જુદે સ્થળે અને જુદે જુદે સમયે કેટલાક યુવકોએ અને યુવતીએએ દીક્ષા લીધી. એ રીતે એમના હસ્તે ૧૧૫થી વધુ સાધ્વીજીએએ દીક્ષા લીધી અને પચાસેક સાધુઓએ દીક્ષા લીધી જેમાં એમના શિષ્યા ગુણાદયસાગર અને કલાપ્રભસાગરને આચાર્યની પદ્મવી પણ અપાઇ હતી. આમ એમના પ્રભાવક ચરિત્રથી અચલગચ્છને સાધુ-સાધ્વીઓના વિશાળ સમુદાય સાંપડયો.
પૂ.ગુણસાગરસૂરિજીએ જૈન શાસનનાં જે વિવિધ કાર્યો કર્યાં. એમાં તેમના સાહિત્યક્ષેત્રે કરેલા સમૃદ્ધ પ્રદાનનું પણ વિસ્મરણ ન થવું જોઇએ. તે શ્રુતશાહિત્યના અભ્યાસી હતા. તેઓ સંસ્કૃત-પ્રાકૃત વગેરે ભાષાના પ્રખર પ`ડિત
Jain Educationa International
For Personal and Private Use Only
૬૧.
www.jainelibrary.org