Book Title: Tivihen Vandami
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 117
________________ ૧૦૪ તિવિહેણ વંદામિ તબિયતના કારણે છેલ્લી ઘડીએ એ કાર્યક્રમ મુલતવી રહ્યો હતે. અભયસાગરજી મહારાજે મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યનું જે એક મહત્વનું કાર્ય કર્યું છે તે “ભક્તિરસઝરણું'ના સંપાદનનું છે. એના બે દળદાર ગ્રન્થમાં એમણે હસ્તપ્રત ઉપરથી આપણી સ્તવન-ચેવશીનું સરસ અધિકૃત સંપાદન કર્યું છે. એમણે કેટલાંક વર્ષ પૂર્વે સાધુઓને માટે ઉપગમાં આવતાં વસ-ઉપકરણ વગેરેને લગતે એક મહત્વનો પારિભાષિક ગ્રન્થ તૈયાર કર્યો હતે. “તત્વજ્ઞાન મારિકા નામને, વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચેના ભેદને સમજાવતા જુદા જુદા લેખકના લેખેને, એક સંગ્રહ એમણે, પ્રગટ કરાવ્યું હતું. સાગરાનંદજી મહારાજનાં પ્રવચનેમાંથી સામગ્રી એકત્રિત કરીને “આગમત' નામથી પુસ્તિકાઓ પણ તેઓ વર્ષોથી પ્રગટ કરાવતા હતા. “આગમરહસ્ય, પરમાત્મભક્તિ' વગેરે એમના અન્ય ગ્રંથ છે. એમના હાથે જેન સાહિત્યનાં વિવિધ ક્ષેત્રમાં ઘણું મહત્વનું કાર્ય થયું છે. - સ્વ. અભયસાગરજી મહારાજનું બીજું એક મહત્વનું કાર્ય તે નાગેશ્વર તીર્થને સંશોધનનું છે. પિતાના ગુરુ ધર્મસાગરજી મહારાજ સાથે એ પ્રદેશમાં તેઓ ઘણું વિચરેલા. નાગેશ્વર મહાદેવ તરીકે પૂજાતી મૂતિ તે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે એ એમણે શેાધી કાઢ્યું, સિદ્ધ કરી બતાવ્યું અને બાવાજી પાસેથી એ તીર્થ જૈન સમાજને મેળવી આપ્યું એ એમની મહાન સેવા છે. તેઓ અત્યંત સરળ સ્વભાવના હતા. એમના કાળધર્મથી એક પરમ તેજસ્વી વિભૂતિની આપણને ખેટ પડી છે. નત મસ્તકે એમને ભૂરિ ભૂરિ વંદના. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118