________________
તિવિહેણ વંદામિ જ દિવસે રાજસ્થાનના એક ગૃહસ્થ શ્રી પ્રેમચંદભાઈએ પણ પંન્યાસજી મહારાજ પાસે દીક્ષા લીધી અને એમનું નામ પ્રદ્યોતનવિજયજી રાખવામાં આવ્યું.
- દીક્ષા પછીનાં પ્રથમ પાંચ વર્ષ સુધી મુનિ શ્રી કુંદકુંદવિજયજીએ બે જ દ્રવ્યથી એકાસણું કર્યા. પૂ. શ્રી વિજયપ્રેમસૂરિજી, પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી તથા પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજીના સાનિધ્યમાં એમના સંયમજીવનનું સરસ ઘડતર થયું હતું.
પૂ. કુંદકુંદસૂરિની હાલારની એમની જ્ઞાતિના ઘણા લેકે પૂર્વ આફ્રિકામાં વસે છે, એના લીધે એમનાં પુસ્તકને પ્રચાર પૂર્વ આફ્રિકામાં ઘણે બધે રહ્યો છે. પરિણામે પૂર્વ આફ્રિકાના જૈનેના ધર્મજીવન પર એમને પ્રભાવ ઘણે બધે પડ્યો છે. પૂર્વ આફ્રિકામાં મેમ્બાસા, નાઈબી ઈત્યાદિ શહેરમાં ભગવાન મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણ મહોત્સવ પ્રસંગે અમારે વ્યાખ્યાન આપવા માટે જવાનું થયું હતું ત્યારે શ્રી કેશવજીભાઈ રૂપશીભાઈ, શ્રી વાઘજીભાઈ ગુડકા વગેરે સંઘના આગેવાને સાથેની વાતચીત દ્વારા જાણવા મળ્યું હતું અને પ્રત્યક્ષ પણ જોવા મળ્યું હતું કે શ્રી કુંદકુંદવિજયજીનાં પુસ્તક, લેખે, પત્ર, ઈત્યાદિ ત્યાંના લેકેને માટે કેટલાં બધાં પ્રેરણારૂપ બની રહ્યાં હતાં. - પૂ. કુંદકુંદસૂરિજીને મારે પિંડવાડામાં અને પાલીતાણામાં, એમ બે વખત મળવાનું થયું હતું. પાલીતાણામાં હું એમને વંદન કરવા ગયા હતા ત્યારે બહુ નિરાંતે એમની સાથે ઘણા વિષય પર ઘણી વાત થઈ હતી. એ વખતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org