Book Title: Tivihen Vandami
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 35
________________ તિવિહેણ વંદામિ. મળવા જતા ત્યારે ઊજમશી માસ્તરને અચૂક યાદ કરતા. ત્રિભુવનને બાલ્યકાળમાં અને કિશોરાવસ્થામાં પંચ પ્રતિક્રમણનાં સૂત્રે તથા જીવવિચાર, નવતત્વ ઈત્યાદિ સૂત્રે અને સ્તવને. તથા સન્માય કંઠસ્થ કરવાનો ઉત્સાહ જાગ્યું હતું. તેમાં આ ઊજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. (મારા પિતાશ્રીને આજે ૯૬ વર્ષની વયે પણ પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, જીવવિચાર. નવતત્વની ગાથાઓ તથા દેસે જેટલાં સ્તવને કંઠસ્થ છે. અને રોજ વારાફરતી તેનું પઠન કરવાને મહાવરો છે.) ઊજમશી માસ્તરે ત્રિભુવનને ઉપાધ્યાય શ્રી યશવિજયજીકૃત સમક્તિના સડસઠ બોલની સજ્જાય સરસ પાકી કરાવી હતી. એની પરીક્ષામાં ત્રિભુવન પ્રથમ નંબરે આવ્યું હતું. કિશોર ત્રિભુવન ધર્મ-અભ્યાસમાં ઘણે તેજસ્વી હતે. અને સાધુ ભગવંતના સંપર્કને લીધે દીક્ષા લેવાના કેડ એના મનમાં જન્મ્યા હતા. પરંતુ એનાં દાદીમા, એના કાકાએ એને દીક્ષા લેતાં અટકાવતાં હતાં, કારણ કે ત્રણ ભાઈએ વચ્ચે આ એક જ દીકરો હતો. ત્રિભુવનના પિતાના એક કાકાએ તે ત્રિભુવન જે દીક્ષા ન લે તે પિતાની દુકાન ત્રિભુવનના નામ પર કરી આપવાનું પ્રલેભન પણ બતાવ્યું હતું, પરંતુ એથી ત્રિભુવન જરા પણ આકર્ષિત થયે નતે. - ત્રિભુવનના એક મામાએ એવી દલીલ કરી કે તારે દીક્ષા લેવી હોય તે લેજે, પરંતુ તારાં નવાં સીવડાવેલાં કપડાં ફાટી જાય પછી દીક્ષા લેજે. જવાબમાં ત્રિભુવને કહેલું કે કાતર આપે તે હમણું જ કપડાં ફાડી નાખું.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118