________________
તિવિહેણ વંદામિ. ચાતુર્માસ સિનેર ગામમાં કર્યું. એ વખતે વ્યાખ્યાનની જવાબદારી શ્રી દાનવિજયજી મહારાજની હતી. પરંતુ એક દિવસ દાનવિજયજી મહારાજની તબિયત સારી ન હતી. ત્યારે એમના ગુરુ ભગવંત વડીલ પંજાબી મહારાજ ઉપા ધ્યાય શ્રી વીરવિજયજીએ નૂતન સાધુ પૂ. રામવિજયજીને વ્યાખ્યાન આપવા માટે ફરમાવ્યું, કારણ કે રામવિજયજીમાં એ શક્તિ એમણે નિહાળી હતી. પાટ ઉપર બિરાજી વ્યાખ્યાન આપવાને રામવિજયજી માટે આ પહેલે જ પ્રસંગ હતા. પોતે ના પાડી છતાં ગુરુભગવંતની આજ્ઞા થતાં એ જવાબદારી એમણે સ્વીકારવી જ પડી. કયા વિષય ઉપર વ્યાખ્યાન આપવું એને એમણે વિચાર કરી લીધું. સમક્તિના સડસઠ બેલની સજઝાય પિતાને જે કંઠસ્થ હતી એના વિવેચનરૂપે એમણે સરસ વ્યાખ્યાન આપ્યું. ઉપાધ્યાય શ્રી વીરવિજયજીએ એ વ્યાખ્યાન સાંભળીને તે વખતે આગાહી. કરી હતી કે રામવિજ્યજી ભવિષ્યમાં એક સમર્થ વ્યાખ્યાતા થશે અને પિતાના વિષયને તર્કબદ્ધ રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરી શકશે. | મુનિ શ્રી રામવિજ્યજીને દીક્ષાના પહેલા વર્ષે જ શરીરમાં થયેલા પિત્તપ્રકોપને કારણે દાહની અસહ્ય વેદના થઈ હતી. પરંતુ તે વખતે એમણે ચિત્તની પૂરી સમાધિ જાળવી હતી. ત્યારપછી પણ પિત્તને કારણે જ્યારે જ્યારે એમને દાહ ઊપડતું હતું ત્યારે ત્યારે તેઓ પૂરી સ્વસ્થતા ધારણ કરતા.
શ્રી રામવિજયજી મહારાજે વિ. સં. ૧૯૭૦ તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org