________________
૧૭
પૂ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજ જીવતાં રહેતાં હતાં. જે બાળક જીવી જાય તેને કેઈની નજર ન લાગે તે માટે વિડિત્ર નામ પાડવાની પરંપરા ગામડાંઓમાં હજુ પણ ચાલી આવે છે. આથી બાળક ત્રિભુવનને માતા તથા દાદીમા “સબૂડ’ કહીને બેલાવતાં.
પાદરામાં ઝંડા બજાર તરફ આવેલી સરકારી શાળા પાસેની એક ખડકીમાં રતનબાનું કુટુંબ એક નાનકડા ઘરમાં રહેતું. તેમની આર્થિક સ્થિતિ સાધારણ હતી. થડા વખત પછી ત્રિભુવનની માતા સમરથ મરકીના રેગમાં મૃત્યુ પામ્યાં. ત્યારે ત્રિભુવનની ઉંમર સાત વર્ષની હતી.
ત્રિભુવને પાદરાની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ કર્યો. તે જમાનામાં છેકરાઓમાં અડધી ચદી કે પાયજામા પહેરવાનો રિવાજ હજુ ચાલુ થયે નહેતે. ખમીશ, ધેતિયું અને માથે ટોપી પહેરીને શાળામાં વિદ્યાથીએ જતા. મારા પિતાશ્રી અને ત્રિભુવન એક વર્ગમાં ભણતા. શાળામાં હજુ પીવાના પાણીની વ્યવસ્થા થઈ નહતી એટલે છોકરાઓ આસપાસનાં ઘરમાં જઈને પાણી પી આવતા. ત્રિભુવનનું ઘર શાળાની નજીક હતું એટલે કેટલાક જૈન છોકરાઓ ત્રિભુ વનના ઘરે પાણી પીવા જતા.
શાળામાં ત્યારે હેડમાસ્તર તરીકે રણછોડરાય નામના શિક્ષક હતા. બીજા શિક્ષકેમાં વિશ્વનાથ, ભૂલાભાઈ, વલ્લભભાઈ, મગનલાલ વગેરે હતા. મોહનલાલ નામના એક માસ્તરને એમના ચકલી જેવા નાકને કારણે ગામના બધા લેકે મેહન ચકલી અથવા “ચકલી માસ્તર' કહીને બોલાવતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org