Book Title: Tithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Author(s): Jain Pravachan Pracharak Trust
Publisher: Jain Pravachan Pracharak Trust

Previous | Next

Page 7
________________ તે વાતાવરણ વધુ સ્વચ્છ થવાને બદલે એવું દૂષિત બની જવાનો સંભવ છે કે-“પ્રસ્તુત તિથિપ્રશ્ન એ એક શાસ્ત્રીય મતભેદને પ્રશ્ન છે કે કેવળ જૈનાચાર્યોના અંગત મતભેદમાંથી ઉદ્દભવેલે માન-પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે? શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય પરંપરાને ખરેખર કયે મત અનુસરે છે?” આ અને આવા બીજા પ્રશ્ન અને તેના સમાધાન મેળવવાની ઉત્કંઠા જ ધીરે ધીરે સમાજમાંથી લુપ્ત થવા પામે. શાસ્ત્રીય મતભેદવાળા આ પ્રશ્નમાં આવી શાસ્ત્રનિરપેક્ષ ઉદાસીનતા જે શ્રીસંઘમાં વ્યાપી જાય, તે બીજા પણ શાસ્ત્રીય પ્રશ્નોમાં આવી ઉદાસીનતા સહજ રીતે વ્યાપવા માંડે, જે શાસનના હિતને ભારે નુકશાનકારક નિવડે. પરિણામ એ આવે કે ભવિષ્યમાં જ્યારે જ્યારે આવા પ્રશ્નોના ઉકેલની દષ્ટિએ વિચારણું હાથ ધરાય, ત્યારે ત્યારે શાસ્ત્રવચનની ઉપેક્ષા થવાને અને અશાસ્ત્રીય ઉપાયો દ્વારા શાન્તિને ખેટે આભાસ ઉભું થવા સંભવ પણ ઘણે વધી જાય. આ બધી લભ-હાનિને વિચાર કરતાં એમ લાગ્યું કે-પ્રસ્તુત તિથિપ્રશ્નની શાસ્ત્રીય ભૂમિકા, પ્રશ્નને નિર્ણય લાવવાના લવાદી પ્રયાસની પૂર્વભૂમિકા અને એ લવાદી નિર્ણય તથા એની પછીથી બનવા પામેલી કેટલીક ઘટનાઓનું યોગ્ય સંકલન જોઈતા પૂરાવાઓ સાથે રજૂ કરી દેવામાં આવે, એ ઘણું જરૂરી છે. અત્યારના આગ્રહી વાતાવરણમાં આ પ્રકાશન કેટલે વ્યાપક લાભ કરી શકશે, એ કહેવું મુશ્કેલ છે. પરંતુ જિજ્ઞાસુ અર્થી આત્માઓની વિચારણા માટે આ પ્રકાશન ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડી શકશે, એ નિઃશંક છે. વર્તમાનના આ ચેડા લાભ સાથે ભવિષ્યમાં જ્યારે શ્રીસંઘ આ પ્રશ્નને શાસ્ત્રીય અને સર્વવ્યાપી ઉકેલ લાવવા પ્રયાસ કરશે, ત્યારે તે આ પ્રકાશન અણમોલ સાધન બની જશે, એટલે એ લાભ તે મહાન છે જ. આરાધનાના અથી આત્માઓ આ ગ્રન્થના પુનઃ પુનઃ પરિશીલન દ્વારા, તિથિદિન અને પરધન અને વર્તમાનમાં પ્રવર્તતા ભિન્ન ભિન્ન મત-મતાન્તરોમાંથી સાચો માર્ગ તારવી કાઢે, અને એ માર્ગની આરાધના દ્વારા પિતાની પરમપદની પ્રાપ્તિને નિવિન બનાવે, એવી એક માત્ર શુભ કામના સેવીને વિરમીએ છીએ. –સંપાદક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 552