Book Title: Tithi Prashne Saral Samaj
Author(s): Divyakirtivijay
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 2
________________ જ્યારે પર્વોપર્વ કોઈ પણ તિથિની ક્ષય કે વૃદ્ધિ આવે ત્યારે તે તિથિની આરાધના ક્યારે કરવી ? તેમાટે શ્રી ઉમાસ્વાતિ મહારાજનો પ્રધોષ છે. શ્રી ધર્મસંગ્રહ શ્રી શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં આ શાસ્ત્રપાઠ છે. क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्री वीर निर्वाणं कार्य, लोकानुगैरिह ॥ અર્થ :- ક્ષયમાં પૂર્વતિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તર (પછીની) તિથિ ગ્રહણ કરવી, શ્રી વીરપ્રભુનું નિર્વાણ કલ્યાણક લોકના અનુસાર કરવું. આશ્લોક મુજબ જે તિથિનો ક્ષય આવે ત્યારે તે તિથિની આરાધના પૂર્વની તિથિમાં કરવી અને જે તિથિની વૃદ્ધિ આવે ત્યારે તે તિથિની આરાધના ઉત્તર (પછીની) તિથિમાં કરવી.. ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય’ આવી ખોટી માન્યતાને કારણે ઉપરોક્ત શ્લોકનો અર્થ પણ ખોટી રીતે કરવામાં આવે છે. પાડાને વાંકે પખાલીને ડામ જેવું થાય છે. એટલે કે વાસ્તવમાં બે પાંચમ છે પરંતુ તેને બદલે બે ત્રીજ માનવાથી સંવત્સરીનો શાસ્ત્રાજ્ઞા મુજબ ઉદયાત્ ભાદરવા સુદ-૪ નો વાસ્તવિક દિવસ બુધવાર છે, તેને ખસેડી ગુરુવારે લઈ જવાનું થાય છે. | દરેક સત્યને સમજી, સત્યમાં મક્કમ બની, ખોટી પરંપરાનો પ્રતિકાર કરી સત્યને જીવંત રાખવાના અને સત્યને મજબૂત કરવામાં સહભાગી બનો. સત્ય તો પોતાના બળે જીવંત રહે છે, પણ સત્યને હૈયામાં જીવંત કરી આપણે જીવંત બની જવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 48