Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 229
________________ ૨૨૦ તત્વાર્થ સૂત્ર પ્રધટીકા એ જ રીતે–ઘડે. ઘડા તરીકે સામાન્ય ધર્મ છે. જ્યારે લાલકાળા વગેરે તેના વિશેષ ધર્મો છે. (૨) સંગ્રહનય : ૦ પદાર્થોને સવદેશ [સામાન્ય અને એક દેશ [વિશેષનો સંગ્રહ [જે શબ્દોથી] જણાય તેને સંગ્રહનય કહે છે. ૦ સંસ્કૃતિ ત સંઘ જે એકત્રિત કરે છે. અર્થાત્ જે વિશેષ ધમને સામાન્ય સત્તાએ સંગ્રહ કરે છે. ૦ જે વિચાર જુદી જુદી અનેક પ્રકારની વસ્તુઓને અને અનેક વ્યક્તિઓને કેઈપણ જાતના સામાન્ય તત્વની ભૂમિકા ઉપર ગોઠવી એ બધાને એકરૂપે સંકેલી લે છે તે સંગ્રહાય. ૦ જેનય સર્વ વિશેષને એકરૂપે સંગ્રહ કરી લે છે તે સંગ્રહનય. અપેક્ષા ભેદથી દરેકમાં સામાન્ય અંશ અને વિશેષ અંશ રહેલ છે. સંગ્રહ નય તેમાં સામાન્ય અંશને ગ્રહણ કરે છે. તે કહે છે કે સામાન્ય વિના વિશેષ ન સંભવે આથી આ નયની દષ્ટિ વિશાળ છે. (૧) “જીવ” અસંખ્યાત્ પ્રદેશવાન છે. એમ “જીવ” શબ્દ બલવાથી બધા સમાવેશ તેમાં થઈ જાય છે. (૨) કેઈ શેઠ નોકરને કહે કે “દાતણ” લઈ આવ. ત્યાં નેકર દાંતણ સાથે પાણી-પાવડર-રૂમાલ આદિ લાવશે. ત્યાં દાંતણમાં બાકી બધાંને સંગ્રહ થઈ જશે. (૩) આ “વનસ્પતિ છે. તેમ કહેતા–પીપડે-લીંબડો-આબેવાંસ વગેરે વૃક્ષોને સમાવેશ થઈ જાય છે. આમ સંગ્રહનયના અનેક દૃષ્ટાન્ત મળશે. સામાન્ય અંશ જેટલે વિશાળ તેટલો સંગ્રહનય વિશાળ. (૩) વ્યવહાર નય : જે શબ્દોથી સામાન્ય લોક જેવું, લગભગ ઉપચાર રૂપ અને ઘણું વાળું જ્ઞાન થાય તે જ્ઞાનને વ્યવહાર નય કહે છે. ૦ વિશે વાત-જે વિશેષતાથી માને છે કે સ્વીકારે છે તેને વ્યવહાર નય કર્યો. જે કેવળ વિશેષ ધર્મને જ ગ્રહણ કરે છે. - જે વિચાર સામાન્ય તત્વ ઉપર એક રૂપે ગોઠવાયેલી વસ્તુઓના વ્યવહારિક પ્રયોજન પ્રમાણે ભેદ પાડે છે. તે વ્યવહાર નય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254