Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 235
________________ ૨૨૬ તત્વાર્થસૂત્ર પ્રધટીકાર પોતાની વાતને જ સાચી ઠેરવે અને બીજાને બેટી ઠરાવે તે તે દુનય અથવા નયાભાસ કહેવાય – || નયના વિવિધ ભેદ – નય ના ઉપર મુજબ સાત અથવા પાંચ નય ગણાવ્યા. એ જ રીતે તેના ભિન્ન ભિન્ન ભેદે પણ ઓળખાવાય છે. કવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય : ગમાદિ નાને મુખ્ય બે વિભાગમાં પણ વિભાજીત કરાય છે.–જે દ્રવ્યના અસ્તિત્વનું ગ્રહણ કરે છે. અથવા દ્રવ્યની ગુણ-સત્તાને મુખ્યપણે ગ્રહે છે અને તેના પર્યાય [ઉત્પાદ–વ્યયધ્રૌવ્યને ગૌણ પણે ગ્રહ છે તે દ્રવ્યાર્થિક નય. દ્રવ્ય એટલે સામાન્ય કે મૂળભૂત પદાર્થ પ્રથમના ત્રણે નય[કઈ મતે ચાર નય દ્રવ્યાર્થિક નયે છે. (૧) નગમનય:- સવજીવ ગુણ-પર્યાય વંત છે. (૨) સંગ્રહનાય – જીવને અસંખ્યાતા પ્રદેશ છે. [અહીં બધા જીનું ગ્રહણ કર્યું તે સામાન્ય.] (૩) વ્યવહારનય - આ જીવ સંસારી છે અને આ જીવ સિદ્ધ છે. (૪) ઋજુ સૂત્રનય - જીવ ઉપયોગવંત છે. જે મુખ્યતાએ પર્યાય ને વસ્તુ માને. તે પર્યાયાર્થિક નય. પર્યાય એટલે વિશેષ અથવા મૂળભૂત પદાર્થની ભિન્ન ભિન્ન અવસ્થા. અહીં મુખ્યતાએ પર્યાનું ગ્રહણ છે અને ગૌણતાએ દ્રવ્યનું ગ્રહણ છે. આમાં છેલ્લા [ચાર અથવા ત્રણ ન લીધા. શબ્દ-સમભિરૂઢ-એવભૂત, | નિશ્ચય અને વ્યવહાર નય: નિશ્ચય નય :- એટલે સૂક્ષમ અથવા તત્ત્વ દષ્ટિ. ખરી રીતે તે એવંભૂત એ જ નિશ્ચયની પરાકાષ્ઠા છે. છતાં ઋજુ સૂત્રાદિ ચારને પણ નિશ્ચય નય કહેવાને મત જોવા મળે છે. વ્યવહારનય :- સ્થૂલગામી કે ઉપચાર દષ્ટિ વાળે છે. નૈમિતિક ભાવ મુજબ પણ તેમાં વ્યવહારનું આરોપણ થાય છે. આ વ્યવહાર નયને પણ નય જ ગણેલ છે. તેને અસત્ય કે નયારેપણુ ગણતાં નથી. તેથી નિશ્ચય અને વ્યવહાર બંને જાણવા. પછી અથાગ્ય અંગીકાર કરવું. પક્ષપાતી થવું નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254