Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 10
________________ તત્ત્વાર્થકારનું પ્રથમ સૂત્ર મોક્ષમાર્ગનું વિધાન ભિન્ન અપેક્ષાથી કરે છે, જ્યારે પૂ. ગુરુદેવનું પ્રથમ સૂત્ર ભિન્ન અપેક્ષાથી પ્રવૃત્ત છે. અહીં આટલી જ નોંધ કરવી પર્યાપ્ત માનીએ છીએ. અન્યત્ર સંસ્કૃતમાં જવાબ આપવામાં આવશે. જૈન સાધુઓને જૈન વિદ્વાનો તો ઠીક, પણ જૈનેતર વિદ્વાન એ. એસ. ગોપાણી પણ જણાવે છે કે–“આચાર્યશ્રી શાબ્દિક ડોળ વિના તેમજ શબ્દની કરકસરથી પ્રસ્તુત ગ્રંથમાં) સત્યને રજૂ કરે છે.” અને ગ્રંથની ઉપયોગિતાને જોતાં તો, એ તેને ગ્રંથની ઉપયોગિતાને સર્વજ્ઞાનસંગ્રહ તરીકે બિરદાવે છે. ઘણા વિદ્વાનો હજી પણ તેવાં વર્ણન કરતાં તૃપ્ત થતા નથી. તત્ત્વાર્થનું અધ્યયન કરાવતાં આ ગ્રંથને પરિશિષ્ટ તરીકે આયોજિત કરી અભ્યાસક્રમમાં નિયુક્ત કરવા જેવો છે. - પ્રસ્તુત ભાષાન્તર અને ભાષાન્તરકાર– આ મૂળ ગ્રંથની પ્રસ્તાવના નથી તેથી ગ્રંથ વિષે વધુ વિસ્તારથી વર્ણન કરેલ નથી, પણ કેટલુંક આવશ્યક દિશાસૂચન જ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત ‘તત્ત્વ ન્યાય વિભાકર' ગ્રંથનું ભાષાન્તર આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. ભાષાન્તરકર્તાએ ‘લલિતવિસ્તરા’ જેવા ગ્રંથનું ભાષાન્તર કરીને વિદ્વાન જગતને પોતાની વિદ્વત્તાનો પરિચય સારી રીતે કરાવેલો જ છે, તેથી તે બાબતમાં વધુ કશું કહેવાની જરૂર રહેતી નથી. પ્રસ્તુત મૂળ ગ્રંથની સાથે તેમનો બીજા કોઈ પણ કરતાં નિકટતમ સંબંધ છે. મૂળ ગ્રંથના અંતે તેમણે સંસ્કૃતમાં પઘપ્રમાણ બનાવેલી પ્રશસ્તિ ઘણું સન્માન પામેલ છે, તેમજ ગ્રંથરૂપ પ્રાસાદ ઉપર તે શિખર સમી શોભી રહેલી છે. તદુપરાન્ત સારોય ગ્રંથ તેમને કંઠસ્થ કર્યો છે, એટલું જ નહિ પણ પૂ. ગુરુદેવે જ સારોય ગ્રંથ તેમને ભણાવ્યો છે. આથી તેઓ ગ્રંથકર્તાના તો અત્યંત ઋણી હતા જ, પણ સાથે સાથે ગ્રંથના પણ સ્વતંત્ર રીતે ઋણી બની ચૂક્યા છે. પ્રસ્તુત ભાષાન્તર દ્વારા તેઓ ગ્રંથની મહત્તા અને ગ્રંથકારના અદ્દભુત જ્ઞાનવિકાસનો ગુજરાતી જનતાને સુંદર પરિચય આપી શકશે. આ ગ્રંથની યોગ્યતા જોઈને, પૂ. ગુરુદેવની વિદ્યમાન અવસ્થામાં અનુભવી વિદ્વાનું હીરાલાલ રસિકલાલ કાપડિયાએ આ ગ્રંથનું ભાષાન્તર કરવાનો મનોરથ સેવ્યો હતો. તે માટે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 814