Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02 Author(s): Mukundlal Vadekar Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra સ્વાધ્યાય વસંતપંચમી અને અક્ષયતૃતીયા અંક, વિ. સં. ૨૦૫૭ જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧ www.kobatirth.org શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાના સંદર્ભમાં સ્યમન્તકોપાખ્યાનની સમીક્ષા મનસુખ કે. મોલિયા * તેમાં પણ પુરાણના વિવિધ વણ્યવિષયો શ્રીમદ્ભાગવતપુરાણ ભક્તિરસનો મહાર્ણવ છે. અન્ય પુરાણોની માફ્ક પ્રાપ્ત થાય છે, છતાં તેનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય તો ભગવદ્ભક્તિનું પ્રતિષ્ઠાપન જ છે. ભગવાન શ્રીકૃષ્ણનાં ગુણકીર્તન દ્વારા તેમનાં દિવ્ય કર્મોનું નિરૂપણ કરવાનો ભાગવતકારનો ઉદ્દેશ આદિથી અન્ત સુધી જોવા મળે છે. અન્ય પુરાણો શ્રીકૃષ્ણને વિષ્ણુના દશ અવતારોમાં સ્થાન આપે છે, જ્યારે ભાગવતપુરાણ અનુસાર શ્રીકૃષ્ણ વિષ્ણુના અવતાર નહિ, પરંતુ સાક્ષાત્ નારાયણ જ છે. ‘કૃષ્ણસ્તુ મળવાન્સ્લયમ્’ એ ભાગવતપુરાણનો પ્રતિઘોષ છે. તેના દશમા સ્કન્ધમાં નેવું અધ્યાયોમાં શ્રીકૃષ્ણચરિત્ર વર્ણવાયું છે. પરવર્તી સંસ્કૃત સાહિત્ય અને અન્ય ભારતીય ભાષાઓ પર દશમસ્કન્ધનો પ્રગાઢ પ્રભાવ રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની દિવ્યલીલાઓ અત્યન્ત સુમધુર અને આકર્ષક છે, પરંતુ તેમના જીવનના વિવિધ પ્રસંગોમાં સ્યમન્તક મણિનો પ્રસંગ અત્યન્ત વિશિષ્ટ પ્રકારનો જણાય છે. આ અભ્યાસલેખમાં સ્યમન્તકોપાખ્યાનની સમીક્ષા કરવામાં આવી છે. અહીં ભાગવતપુરાણ' ઉપરાંત વાયુપુરાણ, વિષ્ણુપુરાણ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘સ્વાધ્યાય’ - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૧ થી ૧૧ ગુજરાત રાજ્ય યુનિવર્સિટી અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના શ્રીદ્વારકાધીશ સંસ્કૃત અકાદમી, દ્વારકા ખાતે તા. ૧૪-૧૬ માર્ચ ૨૦૦૩ના રોજ યોજાયેલ ૨૭મા અધિવેશનમાં રજૂ કરેલ શોધપત્ર • સંસ્કૃત ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. ૨. પુસ્તક ૩૮ અંક ૧ - ૨ ૩. ૧. ભાગવતપુરાણ, ૧૦.૫૬.૧ થી ૧૦.૫૭.૪૨, સં.પ્રો.જે.એલ. શાસ્ત્રી, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ઈ.સ. ૧૯૮૮ વાયુપુરાણ, ૯૬.૧૯-૯૮, અનુ. રામપ્રતાપ ત્રિપાઠી, હિન્દી સાહિત્ય સંમેલન, પ્રયાગ, ઈલાહાબાદ, દ્વિતીય સંસ્કરણ, ઈ.સ. ૧૯૮૭ For Private and Personal Use Only વિષ્ણુપુરાણ, ૪.૧૩.૯-૧૬૨, અનુ. મુનિલાલ ગુપ્ત, ગોવિન્દ ભવન કાર્યાલય, ગીતાપ્રેસ, ગોરખપુર, ૧૯મું સંસ્કરણ, વિ.સં. ૨૦૫૫Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 118