Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 2
________________ તત્પરતા બતાવી છે. એનું લવાજમ પણ દરેકને પોષાઈ શકે એટલું ઓછું રાખવામાં આવ્યું છે. અને એના દરેક અંકમાં સામાન્ય અને કેળવાયેલ દરેકને માટે કંઈક ને કંઈક તે રસપ્રદ સામગ્રી હોય જ છે. શાળા-કોલેજોને— નમુના દાખલા આપને આ અંક મોકલાવીએ છીએ, અને હજી બીજા બે મોકલાવીશું. દરમિયાનમાં આપ ગ્રાહક બનવું કે કેમ એને નિર્ણય કરી લેશે એવી આશા રાખીએ છીએ. બજેટના સમયને અંગે મુશ્કેલી હોય તે તેમ જણાવશે. અમારા જ માસિક વિષે વિશેષ અમે શું કહીએ? આપ જ તે જોઈને, તેના વિષેના અભિપ્રાય ને અવલોકન વાંચીને નિર્ણય કરશે અને આપને તેમાં કંઇ સરવ જણાય-તે ઉત્તેજનને લાયક લાગે તે એના ગ્રાહક બનવામાં નજીવા લવાજમના પ્રશ્નને આગળ નહિ ધરે એવી આશા રાખીએ છીએ. ગ્રહસ્થાને– દરેક નામાંકિત ગૃહસ્થને અમે નમુનાના ત્રણ ત્રણ અંક મોકલાવીએ છીએ. તે દરેકને અમે વિનતિ એકજ કરીએ છીએ કે પહેલા બે અંક જોયા પછી પણ આપને જે “સુવાસ” ન ગમતું હોય અથવા ગમે તે સંગમાં આપની ગ્રાહક બનવાની ઈચ્છા ન જ હોય, અને “ના” જણાવવાને માટે એક કાર્ડ લખી મોકલવાની પણ આપની ભાવના ન હોય તો ત્રીજો અંક આપ પાછે (Refused) મોકલાવી દે. આપને એક પાઈને પણ ખર્ચ નહિ. થાય, ને અમને વ્યવસ્થા જાળવવામાં અને નિરર્થક ખર્ચમાંથી બચાવી લેવામાં આપ એ રીતે પણ સહાયક બની શકશે. આમ છતાં જે ગૃહસ્થ અંકે ઉપર અંકે સ્વીકાર્યા જ કરે અને આઠ-દશ કે બાર અંકને પૂરેપૂર ઉપયોગ કરી છેવટમાં વી. પી. પાછું ધકેલી દે એમને અમે શું કહીએ?–એટલી જ આશા રાખીએ કે તેઓ હજી પણ કંઇક વિચારે અને નવેસરથી ગ્રાહક બનીને, કોઈને ગ્રાહક બનવાની પ્રેરણું કરીને અથવા ગમે તે રીતે પણ અમને કંઈક બદલો વાળી આપે. પ્રત્યેક વાંચકને– આપ “સુવાસ પિસા ખર્ચીને વાંચતા હે, પુરતકાલયમાંથી વાંચતા હે કે ગમે તે રીતે. પણ “સુવાસ આપને ગમ્યું જ હોય તો આપની ફરજ છે કે તેને અકેક ગ્રાહક તે ગમે તે રીતે પણ વધારી આપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 64