Book Title: Suvas 1939 07 Pustak 02 Ank 01 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 4
________________ કેટલાક અભિપ્રાય - “સુવાસે' પિતાની ઉચ્ચ કોટિ હજી સુધી સાચવી રાખી છે. તેના અગ્રલેખે ખરેખર . ચિંતનશીલ અને કાવ્યતત્ત્વથી ભરેલા હોય છે. - રમણલાલ વસંતલાલ દેસાઈ લેખે એકંદરે સારા ... અભ્યાસપૂર્વક લખાયલા છે. –અરદેશર રામજી ખબરદાર વડેદરેથી એક વર્ષથી પ્રગટતા આ ઉચ્ચગ્રાહી માસિકને ચૈત્ર-૧૯૯૫ને એક શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યવિશેષાંક તરીકે નીકળે છે....જેવા સુલેખકોનાં ઉપયોગી વિચારણય લખાણો તંત્રી મેળવી શકયા છે એ આનંદને વિષય છે. ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત સુવાસ' જેવા સત્રયાસને આવકારે, પિષે અને સંપૂર્ણ સુવિકાસની તક આપે. -માનસી. ગુજરાતને એક સારું માસિક મળ્યું હોવાને સંતોષ થાય છે. –જન્મભૂમિ - એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્ય-જગતમાં મેળવશે એવી આશા બંધાય છે. –યુવક આ ન ફાલ અન્ય સામયિકે જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવું નથી. “ચા નામા તથા ગુણ'ની જેમ ખાસ વાંચવા જેવું છે.... લેખની શૈલિ ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે. –ખેતીવાડી વિજ્ઞાન સુવાસનું ધોરણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે... તેના સંચાલકોને ધન્યવાદ છે. ...... આ પદ્ધતિને બધાં સામયિકેવાળા સ્વીકાર કરે તે ? અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે. A – ગુજરાતી તેમાં પીરસાયેલી વિવિધ જાતની વાનગીઓ સાહિત્યપ્રેમીઓને સારે ખેરાક પૂરો પાડે છે. – ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતોષપ્રદ છે. - પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખે, વિચારણી સાહિત્યસામગ્રીથી આ માસિક વડોદરાના બંધ પડેલા સાહિત્ય માસિકની ખોટ પૂરશે એવી આશા બંધાય છે. –બાળક જીવન, કલા, સાહિત્ય વગેરે વિષયો પરના લેખોથી ભરપૂર છે. -સયાજીવિજય સુવાસ” એના નામ પ્રમાણે સુવાસિત છે. -તંત્રી – દેશી રાજય સવાસના કેટલાક અગ્રલેખમાં જળવાયેલ રસ, તત્ત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને સંગ ટાગોર સિવાય ક્યાંય નથી અનુભશે. --બ. મ. પરીખ સવાસ'ના કેટલાક વિષેની ભાષા એટલી તે હૃદયંગમ છે, કે ગુજરાતી ભાષાના કોઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ફરીવાર તેના વાંચનની તૃષા જ લાગી રહે. - મિત્રપ્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 52