Book Title: Suvas 1939 07 Pustak 02 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 23
________________ યંત્ર ૨૨૧ સામ્રાજ્યવાદને પુષ્ટ બનાવવા માટેનું શોષણ વગેરે વગેરે જે આર્થિક અને રાજકીય જીવનની પરંપરાઓ શરૂ થઈ તે બધાનાં મૂળમાં યંત્ર છે. મૂડીવાદથી અને સામ્રાજ્યવાદથી જગતમાં થયેલા અનર્થો માટે યંત્ર એાછું જોખમદાર નથી. આજે જગતમાં સામ્રાજ્યવાદને જે વિકાસ થયો છે તેને માટે યંત્ર આભારી છે. મૂડીવાદ, સામ્રાજ્યવાદ અને યંત્રવાદ ત્રણે એકબીજાનાં પોષક છે અને યંત્ર એ ત્રયીશોષણનું સાક્ષાત સ્વરૂપ છે. ઔદ્યોગિક ક્રાન્તિ પછી વર્ષો સુધી કારખાનાઓમાં શ્રમજીવીઓની જે સ્થિતિ રહી, તેનું આલેખન જેટલું કરુણ છે તેટલું જ યંત્રની ભયાનકતા પ્રદર્શિત કરનારું છે. યંત્રના આગમનથી માનવીના આર્થિક જીવનમાં ભયંકર વિરોધાભાસ ઉભો થયો છે. યંત્રથી ઉત્પાદન વધ્યું, કામ વધ્યું, છતાં હજજારો ને લાખોની સંખ્યામાં શ્રમજીવીઓ બેકાર બન્યા; યંત્રથી અનેકવિધ ઉત્પાદન શક્ય બન્યાં, જરૂરિયાતો પુષ્કળ વધી, છતાં શ્રમજીવી વધારે ગરીબ બન્યો, કંગાલ બન્ય, આવશ્યક જરૂરિયાતોથી પણ વિમુખ થયે; યંત્રથી જથ્થાબંધ ઉત્પાદન થયું, મૂડીની છોળો ઊછળવા લાગી, છતાં શ્રમજીવી સદાયે શકાતે જ રહ્યો. શ્રમજીવીને માત્ર બેકાર, કંગાલ અને શેષણનું સાધન બનાવી યંત્ર અટક્યું નથી. યંત્રથી તો તેનું પોતાનું વ્યક્તિગત જીવન, તેનું કૌટુમ્બિક જીવન, તેનું સામાજિક જીવન, તેનું નૈતિક અને ધાર્મિક જીવન છિન્નભિન્ન થઈ ગયું. તે શેષણનું પ્રતીક મટી યંત્રની સાથે કેવળ યંત્રવત બની રહ્યો-નિજીવ અને જીવનરહિત. માત્ર તેના વ્યક્તિગત જીવનની આ સ્થિતિ નથી થઈ તેની સ્ત્રી અને તેનાં બાળકે પણ યંત્રના આગમનથી જીવનવિગ્રહમાં ઘસડાયેલાં છે. યંત્ર માત્ર પુરુષોના ભક્ષણથી અટકયું નથી, સ્ત્રી અને બાળકે પણ તેનાં ભક્ષ્ય બનેલાં છે. આજે અસાધારણ રીતે વધી ગયેલી જીવનકલહની તીવ્રતા માટે યંત્ર આભારી છે. આ પરિસ્થિતિ જીવનની અને યંત્રની વાસ્તવિકતા ભુલાઈ જવાને પરિણામે ઉપસ્થિત થયેલ છે. યંત્ર માનવી માટે છે, માનવી યંત્ર માટે નથી. યંત્ર અને ઔદ્યોગિક ક્રાન્તિ આવ્યા પછી વર્ષો સુધી આ સૂત્ર વિસરાઈ ગયું અને જાણે કે માનવી યંત્ર માટે ન સર્જયો હોય તેવી રીતે યંત્ર અને ઉત્પાદન પ્રગતિ કરવા લાગ્યાં. શ્રમજીવીની લગભગ પાંચ પેઢી સુધી તે યંત્ર અને મૂડીદારનાં શેષણ અનિયંત્રિત રીતે આગળ વધ્યાં. કેટલાં કુટુઓ, કેટલા નવયુવાને, કેટલી સુંદર સ્ત્રીઓ, કેટલાં કુમળાં બાળકે આ અનિયંત્રિત શેષણના પ્રવાહમાં ખતમ થઈ ગયાં હશે તેની કલ્પના કરતાં પણ કમ્પારી આવે છે ! એવા દાખલાઓ છે કે શ્રમજીવીઓની લાગલગાટ ત્રણ ત્રણ પેઢી સુધીના કેઈપણ સભ્ય કારખાનાની બહારની દુનિયાનાં દર્શન પણ ન કર્યો હોય ! આ બધું ચિત્ર કાલ્પનિક નથી, એ તે પૂરેપૂરું વાસ્તવિક છે. તેની વાસ્તવિકતા સમજવાને માટે શ્રમજીવીઓને આપવામાં આવતા મજૂરીના દર, તેમને માટે રહેવાનાં મકાનોની આરોગ્યતા, તેમનાં કપડાંઓની દશા, તેમની પાસેથી ચોદ ચૌદ કલાક સુધી લેવામાં આવતું કામ, તેમનાં બાળકે અને સ્ત્રીઓ પ્રત્યે બતાવવામાં આવતી બેદરકારી, તેમના હીતના રક્ષણની ભાવનાને અભાવ વગેરે શ્રમજીવીના જીવનની અનેક ઘટનાઓ તપાસવી પડે. આ ઘટનાઓના લંબાણ વિવેચનમાં, આવા નાના લેખમાં ઉતરવાનું શક્ય નથી. ઉપર આલેખાયેલી વિષમ ઘટનાઓ માટે કેવળ યંત્રનેજ જોખમદાર ગણવામાં આવે તે આપણે હાલની માત્ર એકજ બાજુ તપાસી ગણાય. વાસ્તવમાં યંત્ર તે નિર્જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52