Book Title: Suvas 1939 07 Pustak 02 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 29
________________ મંત્રી દામેઇર રર૭ “દેવ, અમે દૂરથી આવીએ છીએ. અવંતીની ભાગોળ સુધી તે અમારી સાથે એક ખીજમતદાર હતું એટલે કશી મુશ્કેલી નહોતી. પણ પછી એ ખીજમતદાર ભાગી જતાં અમારા માથે અનેક ગંભીર જવાબદારી આવી પડી.” ' “ શી શી ? ભોજે રસ દર્શાવતાં પૂછયું. “રાંધવાની, આરામ લેવાની વસ્તુઓ સાચવવાની, નગરપ્રવેશ કરવાની, અને તે પણ બધું શાસ્ત્રવચન પ્રમાણે.” “શાબાશ, પણ તમે આમ પૂજે છે કેમ?” કેમકે અમારાં પેટ ભૂખ્યાં છે.” “કેઈએ ખાવાનું પણ ન આપ્યું” “ખીચડી તે ખીજમતદારે અમને સોંપી હતી.” પહેલા પંડિત ભા થતાં કહ્યું, “ પણ એ પકવવાનું મહાભારત કામ મારા માથે નાંખ્યું. મેં ખીચડી તે પકવવા માંડી પણ હાંડલીમાંથી શબ્દશાસ્ત્રમાં શોધ્યા ન જડે એવા “ખદબદ’ શબ્દો સંભળાવા લાગ્યા. હું શબ્દશાસ્ત્રને બહસ્પતિ–શું એ અપશબ્દો સાંખી રહું? મેં એકજ લાકડીથી હાંડલીના ભુક્કા ઉડાવી દીધા.” બહાદુર” ભોજે તેની પીઠ થાબડતાં કહ્યું, “પણ તમારા બળદ ક્યાં ગયા ?” “એ સાચવવાનું કામ મને સોંપાયું હતું.” ત્રીજા પંડિતે કહ્યું “પણ ધ્રુવમંડળની ગતિને વિચાર કરતાં મને ઝોકું આવી ગયું. બળદ ક્યાંક ચાલ્યા ગયા. મેં ઉઠીને કુંડળી મૂકી વિચાર્યું તો જણાયું કે ગયેલા બળદ પાછા મળવાના નથી. એટલે અમે તેમની શોધ માંડી વાળી.” “ઘણું સરસ કર્યું ” ભોજે કહ્યું, “પણ તમે ગાડું ખભે શા માટે ઉપાડયું છે? અને તે પણ તેનાં બન્ને ચક્રોને કપાળમાં તિલકની જેમ ધોંસરી સાથે બાંધીને !” “રાજન ” ચોથા પંડિતે આગળ આવતાં કહ્યું, “એ આપનો વિષય નથી. ન્યાયશાસ્ત્ર અને વિજ્ઞાન વિષય છે. અમારે ગાડા સાથે અવંતી પહોંચવું એ અમારે નિશ્ચય હતા, પણ તેમાં, અમારે ગાડામાં બેસીને કે ગાડાને અમારા ખભે ઉપાડીને, એ પ્રશ્નને સમાવેશ નહોતો થતો. જ્યારે અમે એને અવંતી લાવવાને જ વિચાર કર્યો ત્યારે વિચાર્યું કે એ કામ સુગમ શી રીતે બને ? પદાર્થને નીચેને ભાગ જેમ વધારે પહોળો હોય તેમ ગુરુત્વાકર્ષણની અસર વધી જવાથી પદાર્થનું વજન વધી પડે છે, પણ જો એ ભાગ સાંકડો હેય તે વજન ઓછું થાય છે. એ નિયમાનુસાર અમે પૈડાંને એવી રીતે બદલી નાખ્યાં છે કે ગાડાને અર્થે ભાગ ખૂબ જ સાંકડો બની ગયો છે.” “ધન્યવાદ તમારા જ્ઞાનને ” ભોજે તેમની સૂચક પ્રશંસા કરી. ને પછી બધા પંડિત શિરોમણિઓની પીઠ થાબડી, તેમના પર દયા આણી, તેમને માટે ભોજનની વ્યવસ્થા કરી આગળ ચાલ્યા. “મહારાજ” સાથે ચાલતા ડામરે પૂછ્યું, “આવા મૂર્ણોને શી ઉપમા ઘટી શકે ?” શિંગડાં વગરનાં પશુ” ભેજને ભર્તુહરિની પંકિત યાદ આવી. રાજન ” ડામરે શાંતિથી કહ્યું, “ત્યારે એ જ મારાં શિંગડાં વગરનાં પશુ છે. તે ગુજરાતના વતની છે. અવંતીના પંડિત સાથે તેઓ વાદ કરશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52