Book Title: Suvas 1939 07 Pustak 02 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 32
________________ ૨૩ - સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫ " ઢળતા દર્શાવતું એક દૃશ્ય આવ્યું. ભોજ એ જોઈ મલકી ઊઠયા. ડામરને એણે પુછ્યું: ‘મંત્રી, તમારા સ્વામી તૈલપને મિત્ર છે. એટલે તૈલપને તે તમે સારી રીતે ઓળખતા હશે!. એ જ આ તૈલપને ? ’ રાજન્ દૃશ્ય તે। આભેખ છે, ' ડામરે શાંતિથી કહ્યું, “ પણ તેમાં એક ઉણપ છે.” ‘ શી ? ’ ભોજે ઉત્સુકતા દર્શાવી. * (6 આ તૈલપના હાથમાં મુંજદેવનું માથું નથી. "" ભોજને ચક્કર આવ્યા. મુંજે પૂર્વ વયમાં તૈલપને હરાવેલા, પણ તેના ઉત્તરકાળમાં તા તે તૈલપને કદી બનેલેા, તૈલપની વિધવાબહેનને સાવવાથી તૈલપે તેનું મસ્તક કાપી ફૂદડીની જેમ હાથમાં ફેરવેલું. ગુજરાત જીતવાની ધૂનમાં ભોજ એ ભૂલી ગયેલા, પણ ડામરના ટાણાથી તે પ્રસંગ તેની નજર સામે તરી આવ્યો. તે ગુજરાતપર હલ્લા માટે સજ્જ કરેલ સૈન્યને તેણે કર્ણાટની દિશાએ વાળ્યું. ડામર ભોજની સાથે જ ચાલ્યા. તેની બુદ્ધિ ગુજરાતના વિજયમાટે અવનવી યાજના ઘડયા જ કરતી હતી. જ્યારે માલવસૈન્યે દક્ષિણમાં પ્રવેશ કર્યાં ત્યારે એક દિવસે ભોજની પાસે તેણે, દીન મુખે, પાછા વળવાની આજ્ઞા માગી. “કાં લડાઈથી ડરી ગયા ? '' ભોજે પૂછ્યું. "" ડર્યાં તા નથી. દેવ, પણ બીજી લડાઈમાં જવું પડે એમ છે. ' કાં ?' ભોજે ચમકીને પૂછ્યું. 37 “ લ્યો, ભોજના હાથમાં કાગળ મૂકતાં તે ખેલ્યો, “ આપ જ વાંચી નુએને ’’ કાગળ વાંચતાં જ ભોજનું માં ઝંખવાઇ ગયું. તેમાં ભાજને દક્ષિણમાં ગયે। જાણી ગુર્જરપતિ ભીમદેવે અવંતિપર ચડાઈ કર્યાના સમાચાર સાથે, ડામરને વરાએ અવ ંતિની સરહદે આવી પહોંચવાની સૂચના કરવામાં આવી હતી. " હવે શું થાય ? ” ભાજે ડામરને પૂછ્યું. દ “ રાજાએની પૂર્તિતને હદ જ નથી હેાતી, ” ડામર ગંભીર મુખે મેલ્યો; “ જ્યારે જોયું કે આપ હવે તૈલપને હરાવ્યા વિના પાછા ફરી તે, આપને નિર્બળ માની તૈલપ પાછળથી હલ્લા કરશે ત્યારે જ ભીમદેવે તક સાધી લાગે છે. મને તે આ પ્રસંગે ગુજરાત અને અતિ વચ્ચે માનભરી સુલેહ જ અનિવાર્ય જણાય છે: ' . * પણ તક સાધી માળવાપર ધસી આવતા એ મહત્ત્વાકાંક્ષી સાથે સંધિ કરવી શી રીતે ? “ એ કામ સેવકનું, ” ડામરે હસીને કહ્યું. “ મને આપ ચેડીક ભેટા આપે! તે હું એ ભોળા રાજાને સહેજે મનાવી લઈશ. ’ ભોજને ન છૂટકે કીંમતી ભેટા આપવી પડી. ડામર એ લઈ ત્વરાએ પાટણ જઈ પહેચ્ચે ને ભીમદેવને ચરણે અતિપતિનું ભેટણું ધર્યું. ભૌમદેવ હર્ષથી ડામરને ભેટી પડયા. તેણે ગુજરાતપર આવતી આફતને કેવળ બીજાને ખારણે જ નહાતી ધકેલી—પોતાને માટે તે વિના યુદ્ધે વિજયના હક્ક લઈ આવ્યા હતા. ભેટાના મોટા ભાગ તેણે ડામરને જ બક્ષીસ આપ્યા. ને તેના અપૂ મુદ્ધિચાતુર્ય પર આફરીન પાકારતાં તેણે પૂછ્યું; [ અનુસંધાન પૂ. ૨૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52