Book Title: Suvas 1939 07 Pustak 02 Ank 01
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 38
________________ ૨૩૬ સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫ ડામર એક પળ થવ્યો. બીજી જ પળે તેની આંખો તેજથી ચમકી ઊઠી. તે બે, “મહારાજ, એ રાખ લૈકિક નથી, અલૈકિક છે.” “એમ?” ભોજની અશાંતિ વધતી હતી. “પ્રભુ,” ડામરે વિરલ શાંતિથી કહ્યું, “મહારાજ ભીમદેવે સોમનાથના મંદિરે મહાયજ્ઞ આરંભ્યો છે. એ પવિત્ર યજ્ઞની આ અલૌકિક રાખે છે.” ભોજ શાંત થઈ ગયો. મહાદેવને તે તે પરમ ઉપાસક હતા. તેણે એ મહાદેવના નામપર, ગુર્જરપતિના ચૂલાની ભસ્મ પિતાને કપાળે લગાવી, પંડિતને તેને પ્રસાદ આપો, રાણીઓને તે તિલક માટે મોકલાવી; ડામરને તેણે અમૂલ્ય બક્ષીસ આપી. આ રીતે ભીમદેવની અવકૃપાઓને, ગુજરાતને તલભાર પણ નુકશાન પહોંચાડયા વિના, ભોજની કૃપાઓમાં ફેરવતા ડામર તે બંને પ્રતિસ્પર્ધી રાજવીઓને પ્રિય બનતે ગયો. પરંતુ ભોજની ગમે તેવી કૃપાઓ છતાં, ડામર એ ન વીસર્યો કે તે ગુર્જરપતિને સેવક છે. અવંતીના એક સેનાપતિ કુલચન્દ્ર, થોડાક સમય પહેલાં, ભીમ અને ડામરની ગેરહાજરીમાં, પાટણ ભાગ્યું હતું. ભીમ એ પ્રસંગે તો દૂર થવને સાથે રણમેદાનમાં ખેલતા હતો. પણ યવનને હરાવ્યા પછી અવંતીપર વેર વાળવાને તે તલપાપડ થઈ રહ્યો. પરંતુ વિજયની પૂરતી ખાત્રી વિના યુદ્ધમાં ઊતરવું ડામરને વ્યાજબી ન જણાયું. ને ભીમની મહેચ્છાને યુક્તિથી રોકી રાખી તે માળવાને હરાવવાની યોગ્ય તક શોધવા માંડે. ડામર જાણતા હતા કે સંસ્કાર, સમૃદ્ધિ ને શક્તિ એ ત્રણે, પ્રજા અને રાષ્ટ્રના કીર્તિકળશ છે. માળવામાં એ ત્રણે જ્યાં સુધી પૂર્ણ સ્વરૂપમાં પ્રકાશતા હોય ત્યાં સુધી તેને છંછેડવામાં તેને કંઈ સાર ન જણાય. એ ત્રણેમાંથી એકાદ કળશ ઝાંખો પડવાની તે રાહ જેવા લાગ્યો. અને એક દિવસે પાટણના ઝવેરી બજારમાંથી માળવાને એવો એક કળશ ઝાંખો પડયાના તેને સમાચાર પણ મળ્યા. ભોજ સંસ્કારમૂર્તિ ને શક્તિનો પ્રિયતમ હતા. પણ વિદ્યા અને સંસ્કાર વધારતાં તેણે રાષ્ટ્રિય સમૃદ્ધિને ખ્યાલ સરખો ન રાખેલે. પંડિતોની પાછળ તેણે લખલૂટ ધન ફના કરી નાંખ્યું હતું. ને જેમ જેમ તે વૃદ્ધ થતો ગયો તેમ તેમ તેની પ્રબળ દાનવૃત્તિઓ એવી સ્થિતિ આણી કે અવંતીના રાજભંડારના જવાહરને ખાનગી રીતે પાટણની બજારમાં વેચાવા મૂકવું પડયું. ડામરે ઊંડી તપાસ કરી યુકિતથી જાણી લીધું કે ભોજની લક્ષ્મી ખૂટી હતી, તેનું જવાહર ને તેને અમૂલ્ય રાજમુગટ વેચાણ માટે બજારમાં આવી ચૂક્યાં હતાં. - હવે ડામરે પળ પારખી લીધી. અવંતીને રાજભંડાર ખાલી થયો હત; ભોજ વૃદ્ધ થયા હોઈ તેને અંગત પ્રભાવ ઘટતો જતો હતો; વિદ્યાવિલાસી વર્ગમાં નાણું વધી ગયેલ હોઈ શક્તિસંપન્ન વર્ગ પાછલી હરોળમાં ધસતે હતેા. માળવા સાથે યુદ્ધમાં ઊતરવાની આ અનુકૂળ તક હતી. છતાં ભેજે કેળવેલા માળવાના પ્રજાબળને જોતાં તેની સાથે એકલે હાથે યુદ્ધમાં ઊતરવું તે ડામરને વ્યાજબી ન જણાયું. ને તેણે ભેજના વૈરીઓને શોધવા માંડયા; ગુજરાતથી દબાયેલા સાત માળવા સાથે મળી ન જાય એની તેણે તકેદારી રાખી. તે પછી ઉત્તરેથી એદીપતિ ગાંગે, પશ્ચિમેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52