Book Title: Sutrarth Muktavali
Author(s): Labdhisuri
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ નિવેદન અમારી ગ્રન્થમાલાના સોળમા મણિ તરીકે પ્રસ્તુત શ્રી સૂત્રાર્થમુક્તાત્રણિને પ્રકાશિત કરતાં અસન્ત આનન્દ થાય છે. જેમના પુનીત નામે અમે અમારી ગ્રન્થમાલાનાં પ્રકાશનો કરી રહ્યા છીએ તે જ પૂ આચાર્યદેવની કૃતિઓના પ્રકાશનનું સૌભાગ્ય અમને સાંપડે છે તે અમારા માટે ગર્વનો વિષય છે. આ પહેલાં આજ પૂ૦ આચાર્યદેવની કૃતિઓ શ્રીતત્ત્વન્યાયવિભાકર ( મૂલ અને સટીક ), સમ્મતિતત્ત્વસોપાન, વૈરાગ્યરસમંજરી, ચૈયવન્દનચતુર્વિશતિ આદિનું પ્રકાશન વાંચકોની સેવામાં રજુ કર્યું હતું. આ ગ્રન્થમાં પૂ॰ આગમો પૈકી શ્રી અનુયોગદ્દારસૂત્ર, આચારરંગસૂત્ર, સૂત્રકૃતાંગસૂત્ર, સ્થાનાંગસૂત્ર અને સમવાયાંગસૂત્ર આમ પાંચ આગમોના સારનું સંકલન થયું છે. યોગોદ્દહન આદિ શાસ્ત્ર નિર્દિષ્ટ યોગ્યતાના અભાવવાલા લોકો પણ શ્રી જિનાગમના ઉપદેશામૃતનું પાન કરી શકે એ એકમાત્ર હેતુએ આ ગ્રન્થનું આ મુજબનું સંકલન કરાયું છે. આ પુસ્તકના પ્રકાશનમાં, મુંબઈની શેઠ મોતિક્ષા લાલમામ જૈન ચેરીટીઝ વતી જ્ઞાનદ્રવ્યની આવકમાંથી તેના માનવંતા ટૂસ્ટી સાહેખોએ ચાર હૈજાર રૂપિયાની ધણી જ ઉદ્ઘાર મદદ કરી છે અને તેથી જ પ્રકાશનના સાધનોની કારમી મોંધવારીમાં પણ આવું સુંદર પ્રકાશન કરી શક્યા છીએ. ઉદાર સહાત્મ્ય આપવા બદલ સૂરી સાહેબોના અમે આભારી છીએ. સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, પૂર્વ મહુવાદિષ્ટિ કૃત અને સિંહવાદિ ક્ષમાશ્રમણજીની ન્યાયામમાતુસારિણી વ્યાખ્યાથી અલંકૃત શ્રી દ્વાદશારનયચનું સંપાદન, ટીકામાં અસ્ત વ્યસ્ત થયેલા મૂલપાઠના પરિશોધનપૂર્વક અને વિષમપદ્યવિવેચન કરવા પૂર્વક પૂર્વ આચાર્યદેવ કરી રહ્યા છે. આ ગ્રન્થનું ત્રણથી ચાર ભાગોમાં અમે પ્રકાશન કરવાના છીએ. તેના પહેલા ભાગનું મુદ્રણુ મુંબઈના સુપ્રસિદ્ધ નિયસાગર પ્રેસમાં, સુંદર ક્રોક્ષલી લાયન લેઝર પેપરમાં થઈ રહ્યું છે. આગામી વર્ષમાં પ્રથમ ભાગ વાંચકોની સેવામાં રજુ કરવાની અમે આશા રાખીયે છીએ. અમને વિશ્વાસ છે, અમાસ અન્ય પ્રકાશનોની જેમ આ પ્રકાશનનું પણ વિદ્વાનો સ્વાગત કરશે જ. પ્રકાશક

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 340