________________
ઠાણા ૪ બિરાજતા હતા કુલ સાધુ-સાધ્વીની સંખ્યા અઠ્ઠાવીસથી ત્રીજાની હતી.
પૂછપરછના જવાબમાં શ્રી વિનોદમુનિએ કેશવલાલભાઈ પારખને કહ્યું કે મેં તે દીક્ષા અંગીકાર કરી લીધી છે, તેમાં કાંઈ ફેરફાર થાય તેમ નથી તો અમારા વીરાણી કુટુંબના હિતેષી છે અને જે સાચા હિતૈષી છે તે મારા ૫. બા અને બાપુજીને સમજાવીને મારી હવે પછીની મોટી દીક્ષાની આજ્ઞા અઠવાડીઆની અંદર અપાવી દીએ, એટલું જ નહીં પણ “સવિ જીવ કરું શાસન રસી” ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરના ઉપકારના બદલામાં આગમને અનુલક્ષીને મારી ભાવના એ હાથ જ અને છે કે, મારી દીક્ષા, તેઓની દીક્ષાનું નિમિત્ત બને અને મારા માતા-પિતા સતિને સાધે. અર્થાત મારી સાથે દીક્ષા લીએ.
આવા દઢ જવાબના પરિણામે તે જ સમયે શ્રી વિનોદકુમારને પાછા લઈ જવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. ૩૧-૫-૧૭ની રાત્રિના રવાના થઈ તા. ૨-૬-૫૭ ના સવારે મહા પરીષહરૂપ ક્ષેત્રને અનુભવ કરી, શ્રી વિનોદકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યા.
થોડા વખતમાં ફલેદીના શ્રી સંઘે પૂ. શ્રી લાલચંદજી મહરાજને ફલેદીમાં ચોમાસું કરવાની વિનંતી કરી તેને અસ્વીકાર થવાથી સંઘ ગમગીન બન્યું એટલે નિર્ણય ફેરવ્યું અને અષાડ સુદ ૧૩ ના રોજ ખીચનથી વિહાર કરી ફલેદી આવ્યા.
દીક્ષા પછી અઢી મહિનાને આંતરે, ફલોહી ચોમાસા દરમ્યાન, શ્રી વિનોદમુનિને હાજતે જવાની સંજ્ઞા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યું કે બહુ ગરમી છે, જરાવાર થેલી જાઓ એટલે શ્રી વિનોદમુનિએ રજોહરણ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રોકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં