Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ 13 પ્રાસ્તાવિક સાથનાથ ઉપરનું એક મહત્ત્વનું સોપાન સૂત્રસંવેદનાની યાત્રા આગળ વધી રહી છે. સંવેદન એટલે ભાવ. જૈન ધર્મમાં ભાવપૂર્વકની ક્રિયાનું ઘણું મહત્ત્વ છે. ભાવ એ તો ક્રિયાનો પ્રાણ છે. જીવનભર આપણે કેટલીય ધર્મક્રિયાઓ કરીએ છીએ, પરંતુ તેનું જોઈએ તેવું ફળ આપણને મળતું નથી. કારણ કે, આપણી તે બધી ક્રિયાઓ ભાવથી ભીંજાયેલી નથી હોતી. ૫. વિદષી સાધ્વી શ્રીપ્રશમિતાશ્રીએ સંવેદનની વાત પકડી લઈને ધર્મક્રિયાઓના હાર્દને સ્પર્શ કર્યો અને તેમણે ધર્મનાં સૂત્રોને સંવેદનાથી ધબકતા કરી મૂક્યાં. અર્થ વિના સંવેદન નહિ, એ વાત તેમણે બરોબર પકડી લીધી. તેમની પાસે આવતા વિશાળ શ્રાવિકા સમુદાય સાથેની વાતચીત કે ધર્મચર્યામાંથી તેમને લાગ્યું કે, ધર્મનાં સૂત્રોનું રટણ અને તેને આનુષંગિક ક્રિયાઓ તો બહેનો ઘણી કરે છે, પણ મોટા ભાગની બહેનો, અરે, કેટલાય શ્રાવકો પણ, અર્થથી અજ્ઞાત હોવાને કારણે સૂત્રો બોલવા સાથે તેમનામાં ભાવ આવતા નથી અને ભાવ ચૂક્યા એટલે તો ઘણું બધુ ચૂક્યા. તેથી તેમણે બહુજન જિજ્ઞાસુઓને અનુલક્ષીને સૂત્રોના અર્થો ગ્રંથસ્થ કરવાનું નક્કી કર્યું. તેના પરિણામે જે પ્રથમ પુસ્તક લખાયું તે “સૂત્રસંવેદના ભા. ૧.” એમાં નમસ્કાર મહામંત્રથી શરૂ કરીને ‘સામાઈય વયજુરો' સુધીનાં અગિયાર સૂત્રોની વાત આવી ગઈ. " વિદુષી સાધ્વીશ્રીની આ ધર્મયાત્રા વળી આગળ વધી છે. તે આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે. આ વખતે તેમણે જે સૂત્રોના અર્થો કર્યા, તેમાં ચૈત્યવંદન પ્રધાન છે. એમાં “વેયાવચ્ચગેરાણ' સૂત્ર સુધીની વાત કરીને તેમણે ઉત્કૃષ્ટ ચૈત્યવંદનને લઈ લીધું છે. ક્રિયાઓમાં ચૈત્યવંદન જેવી કોઈ ભાવક્રિયા નથી. ચૈત્યવંદનની રચના ગણધરભગવંતોએ કરેલી છે. વંદન કોને કરવાનું ? જેમણે આ વિકટ ભવાટવીમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો, તેમને ભાવપૂર્વક વંદન કરવાના. ચૈત્યવંદનની પાછળનો પ્રમુખ ભાવ ઉપકારક પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તો હોય જ, પણ સાથે સાથે તારક પરમાત્માના ગુણગાનનો પણ હોય છે. આપણા પરમાત્મા અન્ય ધર્મોના પરમાત્મા કરતાં વિશિષ્ટ છે. કારણ કે તે ક્યાંય ઉપરથી અવતાર લઈને આવતા નથી. મૂળમાં તો તે આપણા જેવા જ હોય છે - કર્મથી લિપ્ત, પણ પછી પોતાના અદમ્ય પુરુષાર્થથી કષાયો અને કર્મ સાથે સંગ્રામ કરે છે અને તેમનો પરાભવ કરીને મોક્ષમાર્ગની સીડી ચડી જઈને છેવટે લોકના અગ્રભાગે સિદ્ધશિલા ઉપર પહોંચીને અનંત આનંદમય અવસ્થામાં શાશ્વતકાળ માટે સ્થિતિ કરે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 338