________________ અકબરે ખુફામ (અસાધારણ બુદ્ધિવાલા) એવું બિરુદ આપેલું. બાદશાહ જહાંગીરે પણ “નાહિરજહાં બિરુદ આપેલું, પણ એ બધું જાણીતું નથી. પ્રસ્તુત ગ્રંથમાં અને અન્ય ગ્રંથમાં પણ સિદ્ધિચંદ્રજી ના આ ખુફહમ બિરુદનો ઉલ્લેખ કર્યો છે. બાલમુનિ અત્યંત રૂપવાન હતા. - વિ. સં. 1652 ભાદરવા સુદિ 11ના જગદ્ગુરુનો ઉના મુકામે સ્વર્ગવાસ થયો. ત્યારે ઉપાધ્યાય ભાનચંદ્રજીની પ્રેરણાથી અકબરે સમાધિસ્થાન માટે 10 વીઘા જમીન આપેલી. આજે પણ ઉના-અજારા વચ્ચે નદીકાંઠે આવેલું આ સ્થાન શાહબાદ તરીકે જાણીતું છે. એમાં જગદ્ગર અને એમના પટ્ટધરો વગેરેની પાદુકાઓ યુક્ત સમાધિસ્થલો વિદ્યમાન છે. અકબરે એના જીવન દરમ્યાન ઘણી મુસાફરી કરી છે. સંત્સગપ્રેમી હોવાથી-ભાનુચંદ્રજીને એ અવશ્ય સાથે રાખતો. આમાં ઘણી વખત કષ્ટો સહન કરવા પડતા પણ ઉપાધ્યાયજીને મન જગદ્ગુરુની આજ્ઞાનું પાલન અને શાસનપ્રભાવનાના કાર્યનું જ મહત્ત્વ હતું. કષ્ટો હસતાં મુખે સહન કરતા અને સાધુજીવનના આચારમાં ચુસ્ત રહેતા. કાશ્મીરથી પાછા ફરતાપીરપંજાબની ઘાટીનો રસ્તો લીધેલો. ઉબડ-ખાબડ રસ્તે તીક્ષ્ણ પત્થરોં ઉપરથી ચાલવાના કારણે બંધા મુનિરાજોના પગમાં ચીરા પડયા. લોહી વહેવા લાગ્યું. પરંતુ વાહન વાપરવાની બાદશાહની વિનંતિ સ્વીકારી નહીં. આથી અકબરે થોડા દિવસ પ્રવાસ સ્થગિત કર્યો. મુનિઓના. પગ સારા થયા પછી આગળ વધ્યા. બનપુર પણ ઉપાધ્યાય ભાનુચંદ્રજી સાથે હતા. નગરને ભક્તામરસ્તોત્રવૃત્તિમાં અંતે અને જિનશતક ટીકાના અંતે જહાંગીરે ‘નાદીરજહાં ઉપનામ આપ્યાનો અને જિનશતક ટીકામાં પ્રારંભમાં અને સૂક્તિરત્નાકરના અંતે જહાંગીર પસંદ” નામ આપ્યાનું સિદ્ધિચંદ્રજી પોતે જણાવે છે. 9.