________________ કરમોચન ઉપરાંત શત્રુંજય ઉપર નવા જિનાલય બનાવવાનો પ્રતિબંધ વિક્રમ સં. 1647માં ઉઠાવી લીધો. એટલું જ નહિ પંન્યાસજીની પ્રેરણાથી શત્રુંજય તીર્થ જગદ્ગુરુ હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબને અકબરે ભેટ કર્યું. આ મંગલ ઘટના વિ. સં. 1649 વૈશાખ સુદિ 10 ના બની. પ્રસ્તુત ગ્રંથના પ્રારંભમાં શ્લોક8 ઉપરોક્ત કરમુક્તિ ઉપરાંત મૃતધન (અપત્રિયાનું ધન)અને “જીજીઆ વેરો (હિંદુઓ ઉપરનો વિશેષ કર) લેવાનું બંધ કરાવ્યાનો ઉલ્લેખ છે. આવિજયસેનસૂરિના ગુણ-ગાન પંન્યાસજી અકબર પાસે અવારનવાર કરતા રહેતા. આથી અકબરને તેઓશ્રીના દર્શન કરવાની ભાવના થઇ. શેઠ દુર્જનશલ્ય પણ આચાર્ય વિજયસેન સૂરિજીને બોલાવવા ભલામણ કરી. અને બાદશાહની વિનંતીથી આચાર્યશ્રી પધાર્યા. આચાર્યશ્રીનો પરિચય થતાં અકબરને લાગ્યું કે આ તો ગુર કરતાં સવાયાં છે. આથી બાદશાહએ આચાર્યશ્રીજીને સવાઇ હીર’નું બિરુદ આપ્યું. પંન્યાસ ભાનચંદ્રજીને ઉપાધ્યાય પદ આપવા વિનંતિ અકબરે કરી. અને આચાર્ય વિજયસેનસૂરિજીના વરદ હસ્તે પંન્યાસ ભાનુચંદ્રજીને વિ.સં. 1648માં ઉપાધ્યાયપદ પ્રદાન કરવામાં આવ્યું. ઉપાધ્યાય ભાનુચંદ્રજી ઉપર ગગુરુને ઘણું વાત્સલ્ય હતું. જગદ્ગુરુએ મુનિ ભાવચંદ્ર અને મુનિ સિદ્ધિચંદ્ર વિ. ને ભાનુચંદ્રજીના શિષ્ય તરીકે ગુજરાતમાં દીક્ષા આપી લાહોર મોકલ્યા હતા. કુશાગ્રબુદ્ધિવાલા શ્રી ભાનુચંદ્રજીને જગદ્ગુરુએ ‘પ્રજ્ઞ’નું બિરુદ પણ આપ્યું હતું. બાલમુનિ સિદ્ધિચંદ્રને હીરસૌભાગ્યકાવ્યમાં જણાવ્યું છે કે સિદ્ધાચલયાત્રામાટે પહેલા 1 દીનાર, પછી 5 મહમુદ્રિકા એ પછી 3 મહમુદ્રિકા કર હતો. જે આ પ્રસંગે દૂર થયો, 8