________________ હતા. એમ ‘સૂરીશ્વર અને સમ્રા” (પૃ.145) માં જણાવ્યું છે. ઉપાધ્યાયજી પ્રત્યે બાદશાહને માન અને શ્રદ્ધા હતા. માથું દુઃખવા આવ્યું ત્યારે બાદશાહે ઉપાધ્યાયજીનો હાથ માથે મુકાવ્યો હતો. અને દુઃખાવો દૂર થયેલ. ઉપાધ્યાયજીને રત્નજડિત બાજોઠ ઉપર બિરાજમાન કરાવી એમના મુખેથી રોજ અકબર સૂર્યસહસ્રનામ સાંભળતો. અકબર અને જહાંગીરના શાસનકાલમાં તેવીસ વર્ષ સ્થિરતા. દરમ્યાન ઉપાધ્યાય ભાનુચંદ્રજીએ મોગલ દરબારમાં શાસનપ્રભાવનાના ઘણા વિશિષ્ટ કાર્યોઅકબર પાસે કરાવ્યા છે. તે મુખ્ય-મુખ્ય આ પ્રમાણે-- ગુજરાતના સુબા મિરઝા અજિતકોકાએ જામનગરમાં રાજા જામને જીતી લઇ તેના માણસોને કેદ કર્યાના સમાચાર મળતાં ઉપાધ્યાયજીએ બાદશાહને કહ્યું, ‘આ બંદીજનોને છોડીદો.’ અકબર કહેઃ ‘માત્ર બંદીજનોજ શા માટે ? આખો સૌરાષ્ટ્ર તમને આપ્યું. તરતજ ફરમાન ઉપર સહી સિક્કા પણ કરી દીધા. લાહોરમાં સંઘના લોકોને માટે આરાધના કરવા ઉપાશ્રય હતો નહીં. આથી ઉપાધ્યાયજી કોઇ ગૃહસ્થને ત્યાં ઉતરેલા. તેઓ શ્રીના જાણમાં આવ્યું કે સંઘના આગેવાનો ઉપાશ્રય બનાવવા આતુર છે. પરંતુ યોગ્ય જગ્યા મળતી નથી. એક દિવસે ઉપાધ્યાયજી અકબર પાસે નિયત સમય કરતાં મોડા પહોંચ્યા. અકબરે મોડા આવવાનું કારણ પૂછયું. ઉપાધ્યાયજીએ કહ્યું: ‘અહિં કોઇ ઉપાશ્રય છે નહીં. અમે ઉતર્યા છીએ તે જગ્યા સાંકડી છે. વળી જગ્યાનો માલિક બરાબર અનુકૂલ નથી. વળી એ સ્થાન પણ દૂર છે. આ-બધા જુઓ “આઇને અકબરી (પૃo 1, 538, 547) તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ,