________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्याक्षेपस्य निधिर्मदस्य सचिवः, शोकस्य हेतुः कलेः,
केलीवेश्म परिग्रहः परिहते-र्योग्यो विविक्तात्मनाम् ॥ १ ॥ અર્થ–પ્રશમ-શાંતિ ગુણને એક કટ્ટો દુશ્મન, અધર્યનો ખાસ મિત્ર, મોહ રાજાને વિશ્રાંતિનું સ્થાન, પાપ રાશિની જન્મભૂમિ, આપત્તિઓનું મુખ્ય સ્થાન, અસદ્દધ્યાનનું ક્રીડાવન, વ્યાક્ષેપનો ભંડાર, મદનસચિવ-પ્રધાન, શોકને મુખ્ય હેતુ, તેમજ કલિનો એકકિલષ્ટાવાસરૂપ પરિગ્રહનો વિવેકી પુરૂષોએ પરિહાર કરે. આ પ્રમાણે પરિગ્રહ વધારવામાં અનેક દોષ પ્રગટ થાય છે. તે સંબંધી મૂલ ગ્રંથકારે સારી રીતે વિવેચન આપ્યું છે. તે ઉપર સેચની શ્રેણીની કથા આપી છે. વળી તે બાહ્ય પરિગ્રહ દશ પ્રકારને કહ્યો છે. જેમકે
क्षेत्रं वास्तु धनं धान्यं, कुप्यं शयनमासनम् ।
द्विपदः पशवो भाण्डा-बाह्या दश परिग्रहाः ॥१॥ અથ–ક્ષેત્ર, જમીન વાસ્તુ-ગૃહ, ધન ધાન્ય, કુચ-સનું રૂપુ, શયન, આસન, દ્વિપદ–માનવાદિક, ચતુષ્પદ અને પાત્ર એમ દશ પ્રકારનો બાહ્ય પરિગ્રહ કહ્યો છે. તેઓ તરફની મૂછનો જેમ બને તેમ ત્યાગ કરે, વળી આ વ્રતની દઢતા માટે પાંચ અતિચારે ઉપર અનુક્રમે નવઘન, ભરત, દેશલ, દુર્લભ અને માનદેવ વણિકની કથાઓ આપવામાં આવી છે. જેથી દરેક અતીચારોનું સ્વરૂપ સુગમ રીતે સમજાય તેમ છે. - છઠું દિમ્પરિમાણ વ્રત છે. દરેક દિશાઓમાં અમુક મર્યાદા સુધી પ્રયાણ કરવું એ પ્રમાણે જે નિયમ રાખે તે દિ૫રિમાણ વ્રત કહેવાય. તેમાં નવધન શ્રેણીની કથા આપી છે અને પાંચ અતીચારોની કથાઓ ભિન્ન ભિન્ન દષ્ટાંતે સાથે આપવામાં આવી છે.
સાતમું ભેગ પરિભોગ વિરમણ વ્રત જાણવું. ભોગ એટલે જે વસ્તુનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તે ભોગ અને જેને એકજવાર ઉપયોગ થઇ શકે તેવા પદાર્થોને પરિભેગ કહેવામાં આવે છે. હવે બન્નેને પરિહાર કરવો તે ભોગપભોગવિરમણ વ્રત કહેવાય, તેની વિરતિ સબંધી વિશ્વસેને શ્રેષ્ટીની કથા આપી છે. વળી આ વ્રતના અંગમાં મધ, માંસ, દૂત અને રાત્રિભેજ
For Private And Personal Use Only