Book Title: Suparshvanath Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 5
________________ દાનનો પડહ વજડાવે છે ને પાંચ દિવસમાં મુદ્રિકા આવી જવા પ્રજાને સૂચવે છે નહી તે પછી ચારને દેહાંત દંડને ભય બતાવે છે. અહિં દેવયશને પૂછતાં ના કહેતાં–તપાસ થાય છે. ધનદેવ દેવયશની પેટીમાંથી મુદ્રિકા કાઢી બતાવે છે. પણ સાથે સાથે નવકાર મંત્રનું ફળ અને પરિગ્રહનું પ્રમાણપત્ર પણ નીકળે છે. રાજા દેવયશને વધસ્તંભ પર મોકલે છે. ધનદેવ રાજી થાય છે, રાજાને આદેશ તો સત્યજ છે. “ખુદ રાજાને પુત્ર હશે તે તેને પણ દેહાંત દંડની શિક્ષા કરવામાં આવશે !” આ પડહમાં રાજાની ન્યાયવૃત્તિ . જણાય છે. વળી પાંચ દિવસમાં જડેલી વસ્તુ પાછી આપી જનારને અભયદાન દેવાની રાજાની વૃત્તિને નૈતિ પણ ઉત્તમ ગણાય. દેવયશને રાજા જ્યારે મુદ્રિકા માટે પુછે છે ત્યારે તે તો સ્પષ્ટજ જણાવે છે કે, “આ લેક અને પરલોકમાં ત્રીજા વૃત ભંગથી ઉત્પન થયેલાં નરકાદિદુઃખનાં કારણભૂત પાપ ભોગવવાં પડે તેની શી ગતિ થાય ?” “પ્રાણ ત્યાગ થાય તો પણ આ ચોરીનું કામ તે હું ન જ કરૂં ?” દેવયશના આ શબ્દો ખરેખર એક ઉત્તમ પુરૂષને શોભે તેવાજ છે. ધર્મપરની અદભુત પ્રતીતિ–અને સત્ય પ્રતિજ્ઞાપાલનમાં ઉત્કટ આત્મબળ-છતાં નિડરતા ? અદભુત જણાય છે. દેવયશની પેટીમાંથી મુદ્રિકા નીકળે છે ત્યારે રાજા બોલે છે; “અમૃતમાંથી વિષ ઉત્પન્ન થયું ” હા! સપુરૂષોને આ શબ્દો જ અતિ ભયંકર શિક્ષા સમાન છે. દેવયશ માત્ર એટલું જ કહે છે “આ સર્વ દેવનું કર્તવ્ય છે” વાહ શૈર્ય ને પૂર્વકર્મમાં અચળશ્રદ્ધા ! - સ્ત્રી એ પુરૂષની અર્ધાગના-સુખ દુઃખની ભાગીદાર છે. દેવયશ પર આવેલ કષ્ટ જાણું તેની સ્ત્રી રૂકમણી મૂચ્છિત થાય છે ને પરિજનના શિપચારથી સહજ શાંતિ મળતા એટલાજ શબ્દ બોલે છે –“રે! પાપિષ્ટ દૈવ ! આવા ધાર્મિક પુરૂષના દેહ પર તું પ્રહાર કરતે કેમ અટક્તો નથી?” પોતાના પતિના ચારિત્ર પર કેટલે વિશ્વાસને શ્રદ્ધા ? હવે “કિમણિ” “હવે ખેદ કરવાથી શું ?” એમ જાણું “જે કરવાનું કરૂં” એવા નિશ્ચય પૂર્વક શુદ્ધ થઈ પૌષધશાળામાં જઈ હદયમાં શાસન દેવીનું સ્મરણ કરી, નાસિકાના અગ્રભાગ પર-દષ્ટિ રાખી, કાયોત્સર્ગ કરે છે. એટલે પંચ પરમેષિના ધ્યાનના પ્રભાવે શાસન દેવી પ્રકટ થાય છે ને ધીરજ આપે

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 496