Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937 Author(s): Ashoksagarsuri Publisher: Siddhachakra Masik Punarmudran Samiti View full book textPage 9
________________ સંપાદકની કલમે રળીયામણી શરદપૂર્ણિમાનાં સૌમ્ય દિવસે બુહુશ્રુત આગમોધ્ધારક રુપ હિમાલય પરથી આગમવાણી રુપ ગંગાનું અવતરણ સિદ્ધચક્ર પાક્ષિક રૂપે વીર સં. ૨૪૫૮ વિ.સં. ૧૯૮૮ આજથી ૬૮ વર્ષ પૂર્વે થયું જેના સતત ૨૮ વર્ષ સુધી જિનશાસન રૂપી વિશ્વપર ધસમસતા પવિત્ર પ્રવાહથી અનેક સાધુ સાધ્વી, શ્રાવક-શ્રાવીકાની આગમ જિજ્ઞાસા રુપિ તૃષાથી ત્રસ્ત આત્માઓને તૃપ્તીનું કારણ બન્યું એટલું જ નહી આ આગમગંગાનો પ્રવાહ અનેક નાની નાની નદીઓ રૂપી ગ્રંથો અને પુસ્તકોમાં આજે પણ વહી રહ્યો છે. ગંગાનો પ્રવાહ તો એકજ દિશામાં વહી રહ્યો છે. ત્યારે આ પૂ. આગમોધ્ધારકશ્રીની આગમ વાણીનો પ્રવાહ ચારે બાજુ વહ્યો છે જૈન શાસનનો આજે વિઘામાન દરેક સમુદાય ગચ્છ સંપ્રદાય વર્ગમાં એવો એકેય વર્ગ શોધ્યો નહી મળે કે જેઓએ આ .પૂ. આગમોધ્ધારકશ્રીની વાણીસમ ગંગાનો આસ્વાદ ન માન્યો હોય. પૂજ્યપાદ આગમોધ્ધારકશ્રીનું સાહિત્ય જેટલું પ્રગટ થયુ તેટલું હજી અપ્રગટ પેન્સીલોથી લખાયેલ સાહિત્ય પ્રગટ થવાની રાહ જોઈ રહ્યું છે. પૂ. સાગરજી મ.ના વચનો ટંકશાળી ગણાય છે. તેઓશ્રી શું બોલ્યા ? તેઓશ્રીએ શું લખ્યું ? તેમનાં વચનો અડીખમ પથ્થર પરની લકીર જેવા સૌ ગણે છે. અમદાવાદ જૈન નગરમાં મારા સં. ૨૦૪૯ નાં ચાતુર્માસમાં ભોજકકુલઅવતંસ પંડિત શ્રી અમૃતભાઈ વારંવાર આવતા મઝેની જ્ઞાનગોષ્ઠી થતી તેમાં તેઓએ એક અનોખો પ્રસંગ કહ્યો જેને તેજ વખતે મે નોટમાં લીપીબધ્ધ કરેલ. વાત એમ હતી કે તેરાપંથી સંપ્રદાય શ્રીભગવતિજી સૂત્રનું પ્રકાશન કરી રહી હતી તેમાં એક ન એવા સ્થાને ગોઠવાઈ ગયેલ કે કેમેય કરી અર્થ બેસે નહિ. આ ન બિનજરૂરી લાગતો હતો. મુનિઓ બેઠા, પંડિતો બેઠા, ચર્ચાઓ ચાલી પણ સાગરજીમહારાજે આ ન છાપ્યો છે માટે જરૂર કોઈ રહસ્યાર્થ હશે. જો કે તે ન એ પ્રેસમીસ્ટીક હતી. છતાંય સાગરજીનો ન કાઢતાં ધ્રુજારી છૂટતી. આવું તો તેઓશ્રીનું આગમ વિષયક આગવું પ્રભુત્વ હતું. આગમ પ્રભાકર પૂજય મુનિ શ્રી પૂન્યવિજ્રજી મ.સા.ના પણ પૂ. સાગરજી મ. પ્રત્યેની નીષ્ઠાનાં અનેક આવા પ્રસંગો પંડિતજી પાસેથી જાણવા મળ્યા બીજા પણ કેટલાય પ્રસંગો છે જેમાં પૂજય મ.ની બહુશ્રુતતા આજે પણ ઝળકી રહી છે. સં. ૨૦૫૪ નાં જંબૂીપનાં ચાતુર્માસ દરમ્યાન એક દિવસ પૂ.આ.શ્રી. નરેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ની પાસે બેઠો હતો. સિધ્ધચક્ર માસીક આગમવાણીનાં અણમોલ ખજાનાં જેવું અત્યારે જીર્ણશીર્ણPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 740