Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937 Author(s): Ashoksagarsuri Publisher: Siddhachakra Masik Punarmudran Samiti View full book textPage 7
________________ |_| | P પ્રશંસનીય પ્રસ્તાવના જૈન શાસનના સ્થંભ આગમોદ્ધારકશ્રીના પ્રવચન સોહામણા વર્તમાન યુગમાં લોકોના જીવનમાં સદ્વિચાર અને સદ્વર્તનનું સર્જન કરે એવા સાગરજી મહારાજજીના સાત્વિક પ્રવચનોની ઘણી જરૂર છે. ગુણો મેળવવાની તાલાવેલી જગાડે તેવી વાંચન સામગ્રી તથા વિશિષ્ટ સાહિત્યની જરૂરિયાત છે. જૈન શાસનમાં આગમની ખોટ પડી. ઘણા શાસ્ત્રો મુસલમાનોએ નાશ કર્યા જે રહ્યા તે પરદેશી મોં માંગ્યા દામ આપી લઈ ગયા. એ ખોટને પુરી કરવા સાગરજી મહારાજ મારવાડ ગયા. મોટી સાદડીમાં સ્થાનકવાસી સાથે ચર્ચા થઈ અને સ્થાનકવાસી નિરૂત્તર થઈને ચાલ્યા ગયા. આજે પણ ત્યાંના શ્રાવકો આનંદસાગરજીને નામથી યાદ કરે છે. અમે મારવાડ ગયા ત્યારે સાગરજી મહારાજની પ્રશંસા થઈ તે સાંભળતા અમે પણ ખુશ થયા. ત્યાંથી સાગરજી મહારાજ માલવી દેશમાં ગયા ત્યાં શાસ્ત્રોના ખંડ-ખંડ ભેગા કરી મેવાડ ઉદેપુર ગયા ત્યાં ગોરજી મહારાજ પાસેથી આગમ વાંચવા મળ્યા. આયંબિલ તપમાં ગોરજી મહારાજ પાસે આગમ વાંચ્યા અને સાગરજી મહારાજ આગમોનું લખાણ કરતા ગયા. સાગરજી મહારાજની તીવ્ર બુદ્ધિ જોતા ગોરજી મહારાજ ખુશ થઈ ગયા. તે ટાઈમે મેડતાના શ્રાવકોએ ગોરજી મહારાજને ચાતુર્માસ કરવાની વિનંતી કરી અને કહ્યું આ વખતે ખત્તરગચ્છના વિદ્વાન સાધુઓ ચોમાસામાં આવવાના છે જો આપ પણ પધારશો તો અમારા અહોભાગ્ય. ગોરજી મહારાજે તે શ્રાવકોને કહ્યું આ મુનિરાજને વિનંતી કરો. શ્રાવકોએ કહ્યું અમારે સામાન્ય મુનિનું કામ નથી ગોરજી મહારાજે કહ્યું આ કોઈ સામાન્ય મુનિ નથી. અને ગોરજી મહારાજે સાગરજી મહારાજને મેડતા ચાતુર્માસ કરવા મોકલ્યા. સાગરજી મહારાજનો સારી રીતે નગરપ્રવેશ થયો ખતરગચ્છના સાધુઓ તેમની સામે શાસ્ત્રો અંગેની ચર્ચામાં ટકી શક્યા નહિ તેથી નિરૂત્તર અને નિસ્તેજ થઈ ખતરગચ્છા સાધુઓ ચાલી ગયા. મેડતાના શ્રાવકો બોલ્યા અમે તો કાચ લેવા નીકળ્યા હતા અને મહામુલું રત્ન અમને મલી ગયું અમારા તો ભાગ્ય ખુલી ગયા. આનો પડઘો ચારેબાજુ પડવાથી ગામે-ગામથઈ લોકો આગમોદ્ધારક સાગરજી મહારાજને વંદન કરવા આવે છે અને પોતાને ગામ કે શહેર પધારવા વિનંતી કરે છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 740