Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

Previous | Next

Page 15
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ અgવાદ8ના ઉદ્દગાશે શાસ્ત્રકારોએ મનુષ્યોની સંખ્યા ૨૯ આંકડા પ્રમાણ જણાવી છે. આથી જણાય છે કે આ લોકમાં અબજોની સંખ્યા પ્રમાણ મનુષ્યો જન્મે છે અને મરી પણ જાય છે. આ બધા માનવામાં કોઈક વિરલ આત્માઓ જ પોતાની ચિરસ્મૃતિ છોડી જાય છે. આ વિરલ આત્માઓમાં એક નામ ૯૨૪ વર્ષ પછી આજે પણ વિદ્યાપ્રેમીઓ તથા અહિંસાપ્રેમીઓને આશ્ચર્યચકિત કરે છે... એ નામ છે, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય... જેઓનું નામસ્મરણ પણ લાંબા કાળથી સંચિત કરેલા કર્મોને દૂર કરવા માટે સમર્થ છે. આ પ. પૂ. આ. ભ. શ્રી હેમચન્દ્રાચાર્યજીનો જન્મ વિ. સં. ૧૧૪પના કારતક સુદ ૧૫ના દિવસે ધંધૂકાનગરમાં થયો હતો. આ હકીકત સાથે મારી (લેખકની) હકીક્ત જણાવવાની લાલચ હું રોકી શકતો નથી. સંવત ૨૦૪પના કારતક સુદ ૧૫ના દિવસે નવસારી ખાતે તપોવનમાં પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સા. પાસે મેં આ સિદ્ધહેમવ્યાકરણની શરૂઆત કરી હતી. મારા જીવનના ઉપકારી એવા પંન્યાસજી મ. સા.એ એવા આશિષ વરસાવ્યા કે જેનું ફળ શ્રીસંઘ સમક્ષ રજૂ કરતાં આજે હું અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. સંવત ૨૦૩૩માં આ જ પૂજય પંન્યાસજી મ. સા. પાસે મેં ધર્મની પ્રાપ્તિ કરી હતી. ત્યારથી એક અદમ્ય ઇચ્છા હતી કે હું સિદ્ધહેમવ્યાકરણને ભણું અને શાસ્ત્રના પરમાર્થની પ્રાપ્તિ કરું. પૂર્વજન્મના સંસ્કારોએ જ મને આ કાર્ય કરવા માટે પ્રેરિત કર્યો હશે. દેવ, ગુરુ અને ધર્મની અસીમ કૃપાએ આજે મને આ ફળ પ્રાપ્ત થયું છે. આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાની ઉંમર જ્યારે ૯ વર્ષની હતી ત્યારે વિ. સં. ૧૧૫૪માં તેઓશ્રીની દીક્ષા થઈ હતી. એવું પણ સંભળાય છે કે તેમની દીક્ષા માત્ર ૫ વર્ષની ઉંમરે જ થઈ હતી. એમના ગુરુ શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ અપવાદ તરીકે પાહિણી પાસે ચાંગદેવને માંગીને દીક્ષા આપી હતી. આવી પરંપરાને જૈનશાસનમાં યાચિતશિષ્ય સ્વરૂપે કહેવામાં આવે છે. જેઓના હૃદયમાં શાસન હોય છે તેઓ જ આ જગતમાં અવિસ્મરણીય સર્જન કરીને જાય છે. આ ગુજરાતની ધરા ઉપર કુમારપાળ રાજાની પહેલા સિદ્ધરાજ નામે સંસ્કારપ્રિય રાજવી હતો. આ રાજા વિદ્વાનોનો અત્યંત ચાહક હતો. તે સમયે પ્રસિદ્ધિ પામેલા જૈનાચાર્ય વીરસૂરિજી

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 412