________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
અgવાદ8ના ઉદ્દગાશે
શાસ્ત્રકારોએ મનુષ્યોની સંખ્યા ૨૯ આંકડા પ્રમાણ જણાવી છે. આથી જણાય છે કે આ લોકમાં અબજોની સંખ્યા પ્રમાણ મનુષ્યો જન્મે છે અને મરી પણ જાય છે. આ બધા માનવામાં કોઈક વિરલ આત્માઓ જ પોતાની ચિરસ્મૃતિ છોડી જાય છે. આ વિરલ આત્માઓમાં એક નામ ૯૨૪ વર્ષ પછી આજે પણ વિદ્યાપ્રેમીઓ તથા અહિંસાપ્રેમીઓને આશ્ચર્યચકિત કરે છે... એ નામ છે, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય... જેઓનું નામસ્મરણ પણ લાંબા કાળથી સંચિત કરેલા કર્મોને દૂર કરવા માટે સમર્થ છે.
આ પ. પૂ. આ. ભ. શ્રી હેમચન્દ્રાચાર્યજીનો જન્મ વિ. સં. ૧૧૪પના કારતક સુદ ૧૫ના દિવસે ધંધૂકાનગરમાં થયો હતો. આ હકીકત સાથે મારી (લેખકની) હકીક્ત જણાવવાની લાલચ હું રોકી શકતો નથી. સંવત ૨૦૪પના કારતક સુદ ૧૫ના દિવસે નવસારી ખાતે તપોવનમાં પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સા. પાસે મેં આ સિદ્ધહેમવ્યાકરણની શરૂઆત કરી હતી. મારા જીવનના ઉપકારી એવા પંન્યાસજી મ. સા.એ એવા આશિષ વરસાવ્યા કે જેનું ફળ શ્રીસંઘ સમક્ષ રજૂ કરતાં આજે હું અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. સંવત ૨૦૩૩માં આ જ પૂજય પંન્યાસજી મ. સા. પાસે મેં ધર્મની પ્રાપ્તિ કરી હતી. ત્યારથી એક અદમ્ય ઇચ્છા હતી કે હું સિદ્ધહેમવ્યાકરણને ભણું અને શાસ્ત્રના પરમાર્થની પ્રાપ્તિ કરું. પૂર્વજન્મના સંસ્કારોએ જ મને આ કાર્ય કરવા માટે પ્રેરિત કર્યો હશે. દેવ, ગુરુ અને ધર્મની અસીમ કૃપાએ આજે મને આ ફળ પ્રાપ્ત થયું છે.
આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાની ઉંમર જ્યારે ૯ વર્ષની હતી ત્યારે વિ. સં. ૧૧૫૪માં તેઓશ્રીની દીક્ષા થઈ હતી. એવું પણ સંભળાય છે કે તેમની દીક્ષા માત્ર ૫ વર્ષની ઉંમરે જ થઈ હતી. એમના ગુરુ શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ અપવાદ તરીકે પાહિણી પાસે ચાંગદેવને માંગીને દીક્ષા આપી હતી. આવી પરંપરાને જૈનશાસનમાં યાચિતશિષ્ય સ્વરૂપે કહેવામાં આવે છે.
જેઓના હૃદયમાં શાસન હોય છે તેઓ જ આ જગતમાં અવિસ્મરણીય સર્જન કરીને જાય છે.
આ ગુજરાતની ધરા ઉપર કુમારપાળ રાજાની પહેલા સિદ્ધરાજ નામે સંસ્કારપ્રિય રાજવી હતો. આ રાજા વિદ્વાનોનો અત્યંત ચાહક હતો. તે સમયે પ્રસિદ્ધિ પામેલા જૈનાચાર્ય વીરસૂરિજી