________________
અનુવાદકના ઉદ્ગારો
૧૧ તથા તાર્કિકશિરોમણી વાદિદેવસૂરિજીનું તે બહુમાન કરતો હતો. માલધારી હેમચન્દ્રસૂરિજી, ધર્મઘોષસૂરિજી, વર્ધમાનસૂરિજી, સોમપ્રભસૂરિજી તથા વાભટ્ટ જેવા વિદ્વાનોના પરિચયમાં તે આવ્યો હતો. આવા વિદ્વાનોની વચ્ચે પણ સિદ્ધરાજ જયસિંહે પોતાની મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે પૂ. હેમચન્દ્રાચાર્ય ઉપર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો હતો, એ જ પૂ. આચાર્ય ભગવંતશ્રીની વિદ્વત્તાનો બોલતો પુરાવો છે.
એક વાર સિદ્ધરાજ જયસિંહે આચાર્ય ભગવંતશ્રીને ગુજરાતના ગૌરવ સ્વરૂપ વ્યાકરણ બનાવવાનું સૂચન કર્યું. આચાર્ય ભગવંતશ્રીએ આ સૂચનને વધાવી લીધું. તથા આચાર્ય ભગવંતશ્રીએ માતૃકારહિત વ્યાકરણ બનાવવાનો નિર્ણય કર્યો. માતૃકા એટલે વર્ણમાલા. દા. ત. , , ... વગેરે વર્ષો વર્ણમાલા કહેવાય છે. જે વ્યાકરણોમાં આ વર્ષોનો નિર્દેશ કરાયો હોય તે વ્યાકરણો વર્ણમાલા સહિત કહેવાશે. કાતસ્ત્ર તથા પાણિની વ્યાકરણ વર્ણમાલા સહિત હોવાથી માતૃકાસહિત કહેવાયા હતા. જ્યારે આ આચાર્ય ભગવંતશ્રીએ વર્ણમાલા (માતૃકા) રહિત વ્યાકરણ બનાવ્યું. મહાભાષ્યમાં કહ્યું છે કે અક્ષર-સમાસ્નાય એ વાફસમાપ્નાય બની જાય છે. આથી તેઓએ માતૃકા વર્ગો સહિત પોતાના વ્યાકરણો બનાવ્યા. જૈન પરંપરામાં જૈનેન્દ્ર વ્યાકરણ માતૃકા રહિત જ હતું. આથી આચાર્ય ભગવંતશ્રીએ પૂર્વના મહર્ષિઓની પરંપરાને અપનાવી માતૃકા રહિત વ્યાકરણ જ બનાવ્યું તેમજ વર્ગોનો સમ્યફ પાઠક્રમ પૂર્વેના મહાપુરુષો પાસેથી જ જાણવા યોગ્ય છે એવો અભિપ્રાય જણાવી ગુરુપરંપરાને માન્ય રાખી. આ હકીકત તેઓએ તો સૂત્રમાં જણાવી છે.
આ વ્યાકરણની રચના વિ. સં. ૧૧૯૨ પૂર્વે થઈ હશે. આચાર્ય ભગવંતશ્રીએ આ વ્યાકરણની રચના કરવા માટે કાશ્મીરમાં શારદા (સરસ્વતીદેવીનો) ભંડાર છે તેમાંથી પ્રતો મંગાવવા રાજાને વિનંતી કરી. રાજાએ પ્રતો લેવા માટે પ્રધાનોને મોકલ્યા. આથી પ્રધાનોએ ત્યાં જઈને શારદા માતાને પ્રસન્ન કરી. શારદા માતાએ પ્રસન્ન થઈને પ્રધાનોને વ્યાકરણ સંબંધી આઠ પુસ્તકો ભેટ આપ્યા. આ આઠ પુસ્તકોની સહાયથી આચાર્ય ભગવંતશ્રીએ પંચાંગી વ્યાકરણની રચના કરી. રાજાએ નવા વ્યાકરણની પ્રસિદ્ધિ માટે પંડિતવર્યોને બોલાવ્યા. કેટલાક પંડિતવર્યોએ ઇર્ષાભાવથી રાજાને કહ્યું કે આ તો કાશ્મીરમાંથી લાવેલા પુસ્તકોની નકલ છે. આ વ્યાકરણ ખરું તો ત્યારે જ કહેવાશે કે પાણીમાં નાંખવાથી તે ભીનું ન થાય. તે સમયે આચાર્ય ભગવંતશ્રીએ રાજાને કહ્યું કે આ વ્યાકરણની પ્રામાણિકતાની કસોટી ભલે થાઓ. ત્યારબાદ રાજાએ પ્રધાન વગેરે નગરજનોને લઈને આ વ્યાકરણ પાણીના કુંડમાં નંખાવ્યું અને વ્યાકરણ લેશ પણ ભીનું થયું નહીં. આ પ્રસંગથી રાજા અત્યંત પ્રભાવિત થયો તેમજ જૈનશાસનનો જયજયકાર થયો. બીજું રાજાએ