Book Title: Shrutsagar Ank 2012 12 023
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०६९-मार्गशीर्ष ગૌતમસ્વામી ભાણ-સપ્તક સંપાદક - હિરેન દોશી ભાસ પરિચય ભાસ શબ્દ આપણા આજના પ્રચલનમાંથી ઝાંખો પડી ગયો છે, એટલે કોઈ ભાસ કહે તો જરા અઘરું લાગે, પણ સ્તવન, સઝાય કે ભક્તિ ગીત કહે તો તરત જ પરિચય થઈ જાય, અપરિચિત ભાસને પરિચિત કરવા પ્રસ્તુત કૃતિ પ્રકાશિત કરી છે. ભાસ એ વર્ણન-પ્રધાન, સંક્ષેપના બંધારણવાળો કાવ્ય-પ્રકાર છે, ગેય કાવ્યોના એક પ્રકારમાં આ પ્રકારનો સમાવેશ કરાયો છે. મહાપુરુષોના જીવનના વિશિષ્ટ-પ્રસંગો, ગુરુ ગુણાનુવાદ, તીર્થ પરિચય, જિનેશ્વર ભગવાનના ગુણગાન, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ચારિત્રનો ઉપદેશ વિગેરે ભાસના પ્રમુખ વિષયો રહ્યા છે. વિ. સં. ૧૫રમાં લાવણ્યસમય કૃત પ ગાથામાં આલોયણ-ભાસની રચના, તેમજ વિ. સં. ૧૫૮૭માં લાવણ્યસમય કૃત ૨૨ ગાથાની આદિનાથ ભાસની રચના પણ મળે છે. તો મહોપાધ્યાય વિનયવિજય કત વીસ વિહરમાન જિનસ્તવનમાં પણ ભાસ શબ્દનો પ્રયોગ થયો છે. એવી જ રીતે સુજસવેલી ભાસ, સુધર્માસ્વામી ભાસ, થાવચ્ચ કુમાર ભાસ, પુરિમતાલમંડન આદિનાથ ભાસ, સ્યુલિભદ્ર ભાસ, અષ્ટાપદ તીર્થ ભાસ, શત્રુંજયતીર્થ ભાસ, આબુ આદિશ્વર ભાસ ઇત્યાદિ અનેક-અનેક કૃતિઓ ભાસ સાહિત્યની વિશિષ્ટ કૃતિઓ તરીકે ઓળખાય છે. અહીં અપ્રકાશિત ગૌતમસ્વામી ભગવંતની સાત ભાસ-કૃતિઓ અમે પ્રકાશિત કરીએ છીએ, આ કૃતિના સંપાદન કાર્યમાં પ. પૂ. મુનિરાજ શ્રી સુયશચંદ્રવિજયજી મ. સા. નું કિમતી માર્ગદર્શન પ્રાપ્ત થયું છે એ બદલ તેઓશ્રીના અમો ઋણી છીએ. અહિં પ્રકાશિત બધા જ ભાસો અંદાજે વિ. સં. ૧૮મી ૧૯મી સદીના છે. અનંત લબ્લિનિધાન ગુરુ ગૌતમસ્વામી ભગવંત બેસતા વર્ષના પ્રભાતે કેવળજ્ઞાન પામ્યા, એ શુભ યોગના સ્મરણાર્થે નૂતન-વર્ષે આ સાત ભાસ-કૃતિઓ એમને સમર્પિત કરીએ છીએ. કર્તા-પરિચય પં. રત્નવિજય : વિ. સં. ૧૮૧૪ આસપાસ વિજયસિંહસૂરિની સંવેગી પરંપરામાં થયેલા ૫. સત્યવિજય ગણિના શિષ્ય પં. કપૂરવિજય ગણિના પ્રશિષ્ય ઉત્તમવિજયજીના શિષ્ય ૫, રત્નવિજય થયા. વિ. સં. ૧૮૧૪માં એમણે સુરતમાં ચોવીસીની રચના કરી અને કર્તાએ સ્વહસ્તે વિ. સં. ૧૮૧૪માં પાલનપુર મુકામે પોષ વદિ સાતમને રવિવારે ચોવીશીની પ્રતિ લખી હતી. માણેકવિજય : શત્રુંજય મહાતીર્થ પર શ્રીપૂજ્યની ટૂંકના પ્રેરક ભટ્ટારક આચાર્ય શ્રી જિનેંદ્રસૂરિના શિષ્ય મુનિ શ્રી ગુલાલવિજયજીના શિષ્ય માણેક વિજય વિ. સં. ૧૮૬૭માં થયા, વિ. સં.૧૮૬૭, મહા સુદ-૧૩ના ડભોઈમાં શેઠ હેમાના દિકરા માધવના આગ્રહથી ૧૭ ઢાળમાં સ્થૂલિભદ્ર કોશા સંબંધ રસવેલની રચના કરી હતી. ગણિ મેઘરાજ" : લીંકાગચ્છની પરંપરામાં ગુજરાતી ગચ્છની વડોદરાની ૨૦મી ગાદીએ મુનિ જગજીવન આવ્યા, અને એમના શિષ્ય તરીકે ગણિ મેઘરાજ આવ્યા. એમણે વિ. સં. ૧૮૩૦માં વીરમગામ ચોમાસામાં જ્ઞાનપંચમી સ્તવનની રચના કરી, વિ. સં. ૧૮૪૧માં એમણે ચોમાસા દરમ્યાન પાર્શ્વનાથ સ્તવનની રચના કરી, આ સિવાય પણ એમની ઘણી રચનાઓ મળે છે. ઉપા, ક્ષમા કલ્યાણ” : બીકાનેર નજીક કેસરદેસર ગામમાં વિ. સં. ૧૮૦૧માં જન્મેલા, જન્મનું નામ ખુશાલચંદ હતું, વિ. સં. ૧૮૧૬ના જેઠ વદિ-૨ના દિવસે જેસલમેરમાં ખરતરગચ્છનાયક જિનલાભસૂરિના શુભહસ્તે દીક્ષિત બની વાચક અમૃતધર્મગરિના શિષ્ય બન્યા, અને ઉપાધ્યાય રાજસોમ અને ઉપાધ્યાય રામવિજય (રૂપચંદ્ર) પાસે 4. પં. રત્નવિજય-જૈ .ગુ.કભા.૬-૫.૭૭, B, માણેકવિજય-જે.ગુ.ક.ભા.૭-૫.૨૭૩, C. ગણિ મેઘરાજ-પટ્ટાવલી પરાગ ચતુર્થ પરિચ્છેદ પેજ નું, ૪૨૦, જે ગૂ.ક.ભા.-૫.૧૪૧, l). ઉપા.ક્ષમાકલ્યાણવિજય-જૈ .ગુ.ક. ભા.૬-પે.૧૨૬-૧૩૧, ખરતરગચ્છ કે બૃહદ્ ઇતિહાસ, ૫. નં.-૩૬૩-૩૫૬ , For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28