Book Title: Shrutsagar Ank 2012 12 023
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ वि.सं.२०६९-मार्गशीर्ष દેવાનું જ સૂચવ્યું અને સાથોસાથ ત્રણ ત્રણ દિવસના ઉપવાસી મુનિઓમાંથી કોઈને પણ ન રોકવાનો આગ્રહ કર્યો. આવી ઉપાધિ વચ્ચે પ્રસંગ આવે અનશન આદરી લેવાની હિંમત અને વીરતા બતાવીને કોઈને પણ પોતાને ખાતર મુશ્કેલીમાં ન મૂકવાનો આગ્રહ ચાલુ રાખ્યો. ત્યારે ગુરુને પોતાના આવા શાસનભક્ત મુનિઓ માટે માન-ગૌરવ પેદા થયું ને એમની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. એમને છોડીને જતાં સૂરિજીનો જીવ ચાલતો નહોતો; બીજી બાજુ ધર્મકૂચ શરૂ કર્યા વિના પણ છૂટકો નહોતો. એક યુવાન સાધુએ ત્યાં એ બન્ને ગ્લાન મુનિઓ સાથે રહેવાની ગુરુ પાસે આજ્ઞા માગી. ગુરુ એ ત્રણે શિષ્યોને આશીર્વાદ આપી, ભારે હૈયે ચાલી નીકળ્યા. કૂચ તો આગળ વધી રહી હતી તે હવે મુનિઓએ વિજયનગરના રાજ્યની હદમાં પણ પ્રવેશ કર્યો હતો. પણ આ પ્રથમ પ્રવેશ વેળાએ જ, જાણે અમંગળ થવાનું હોય એમ, રાતદિવસની દોડ, શ્રમ અને આપત્તિથી એક મુનિનું શરીર તૂટી રહ્યું હતું. છતાં પૂર્ણ ઉત્સાહથી દૃઢ સંકલ્પ સાથે એ સહુની આગળ દોડ્યું જતા હતા. પણ હવે એમની શક્તિ તૂટી રહી હતી. લોહીના છેલ્લા બિંદુમાં તાકાત રહી ત્યાં સુધી એ દોડ્યા, પણ પછી એકદમ ઢગલો થઈને ધરતી પર ઢળી પડ્યા. સૂરિજીએ સ્વહસ્તે એમનું શિર ખોળામાં લઈ પવન ર્યો; પણ સહુને છેલ્લી વંદના કરી એ મુનિવરે પણ સદાને માટે આંખો ઢાળી દીધી. ‘હજુ મારે આવાં કેટકેટલાં બલિદાનો જવાનાં લખ્યાં હશે?' એ વિચારે સૂરિજીની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં, એક બાજુ શાસનહિતને કાજે આવાં બલિદાનો આપનારા એ વીર મુનિઓને હૃદય પ્રશંસી રહ્યું હતું; પણ બીજી બાજુ હૈયાને કઠણ કર્યા વિના છૂટકો પણ નહોતો, જેથી એક શિષ્યને ત્યાં રોકી ગુરુએ કૂચ આગળ વધારી. પણ પછી તો જેમ જેમ એ કૂચ વિજયનગર તરફ વધવા લાગી તેમ તેમ જૈન સંધોની હિલચાલ પણ વધવા લાગી, જૈનેતર જનતામાં પણ નવી નવી કાલ્પનિક વાતો વહેતી થઈ હતી. સૂરિજી અને એમના મુનિસંઘની આ ધર્મકૂચ જનતામાં ભારે કુતુહલનો વિષય થઈ પડી હતી. હવે તો મહારાજા બુક્કારાય પાસે પણ કેટલીક વાતો પહોંચી ગઈ હતી. આમ એક બાજુ જૈનસંધમાં ઉત્સાહ પ્રવર્તતો હતો. નજીકના અનેક પંડિતો, મુનિઓ તથા શાસ્ત્રજાણ શ્રમણોપાસકો પણ ત્યાં એકત્ર થયા હતા. બીજી બાજુ જૈનસંઘની તૈયારી જોઈ વિરોધીઓ સળગવા લાગ્યા, જેથી એમણે એક ષડયંત્ર રચી સૂરિજીને આવતા રોકવાનો દાવ ખેલ્યો અને તે મુજબ શાસ્ત્રચર્ચાની તિથિના બે દિવસ પહેલાં જ એક નાના ગામમાંથી સુરિજી બાકીના મુનિઓ સાથે નીકળ્યા ત્યારે વિરોધીઓએ એમનો પીછો પકડ્યો. એમની સાથે ધર્મકૂચમાં હવે દસ-પંદર શ્રમણોપાસકો પણ જોડાયા હતા. એથી વિરોધીઓને લાગ ફાવતો નહોતો, ને હવે તો વિજયનગર ફક્ત આઠ જ ગાઉ દૂર હતું, એથી એ અકળાતા હતા. તેમની વચ્ચે થોડો સમય સુરિજીને એકલા પડેલા જોઈને વિરોધીઓ એમને પકડી ગયા; અને એમના મોંમાં ડુચો મારીને એમને બીજી જ દિશાના ગામમાં ઝાંપે આવેલા એક મકાનમાં પૂરી દીધા. સાથેના મુનિઓએ થોડીવાર ગુરુજીની રાહ જોઈ, પણ ગુરુજી ન દેખાયા એટલે મુનિઓ અધીરા બની ગયા. તપાસ કરવા શ્રાવકોને એમણે આમતેમ મોકલ્યા, પણ ગુરુજીનો ક્યાંય પત્તો લાગ્યો નહિ, મુનિઓ ગભરાઈ ઊંચી. શ્રાવકોને ચારે કોર દોડાવ્યા, ખૂબ ખૂબ તપાસ કરી, પણ કશા જ સમાચાર મળ્યા નહિ. તરત જ આજુબાજુનાં ગામોના શ્રાવકોને તથા વિજયનગરના સંઘને ખબર પહોંચાડવા માણસો દોડાવ્યા, પણ વિરોધીઓની જાળથી એ સમાચાર પહોંચી જ ન શક્યા. આટઆટલાં કષ્ટો પછી હાથવેંતમાં જણાતી સિદ્ધિ આમ ચાલી જવાથી એ મુનિઓએ જે હૃદયવ્યથા ભોગવી એની તો કલ્પના પણ થઈ શકે તેમ ન હતી. મુનિઓને નજીકના ગામે લઈ જવામાં આવ્યા, પણ તેમણે તો ગુરુ વિના ઉપવાસ જ આદર્યા. અષાઢ સુદ બીજનું પ્રભાત ઊગ્યું. જૈનોમાં આજે ઉત્સાહનો પાર નહોતો. આખું નગર એમણે રાતના ઉજાગરા કરી શણગાર્યું હતું. ગામના ઉત્તર દરવાજે બાળક-બુઢંઢા, સ્ત્રીઓ વગેરે આખો સંઘ ઊભરાયો હતો. આંખો ખેંચી ખેંચીને એ સૂરિજીની પ્રતીક્ષા કરતો ક્ષિતિજ ભણી જોઈ રહ્યો હતો. પણ સમય થઈ જવા છતાંય સૂરિજી ન પધાર્યા. સૂરિજી ગુમ થયાના ખબર હજુ એમને નહોતા મળ્યા. વળી આજે બપોરે રાજસભામાં શાસ્ત્રચર્ચા પણ નક્કી શરૂ થવાની હતી, જેથી જેમ જેમ સમય વધવા લાગ્યો તેમ તેમ સંઘ અધીરો બન્યો, પણ કરે શું? ત્યાં તો ગુરુજી ક્યાંક ગુમ થયાના સમાચાર બધે પહોંચી ગયા. આ સમાચારથી સંઘની એકેએક વ્યક્તિ હતાશ બની ગઈ. ભયભીત થઈ ગઈ. એમને મોઢે આવ્યો કોળિયો ઝડપાઈ ગયા જેવું લાગ્યું! (વધુ આવતા અંકે) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28